(જી.એન.એસ) સુરત,તા.૧૮
સુરત મહાનગર પાલિકા સંચાલિત-સિટી બસ અને બીઆરટીએસ બસ–સેવા રક્ષાબંધનના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીના બાળકો માટેનિઃશુલ્ક રહેશે. તહેવારના દિવસે બહેનો-જાહેર પરિવહન સેવાનો વધુ લાભ લઈ-શકે તે માટે પાલિકા દ્વારા આ જાહેરાત-કરવામાં આવી છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે ખાનગી વાહનો દ્વારા દૂર સુધી મુસાફરી કરે છે. તેને ધ્યાને રાખી પાલિકાએ રક્ષાબંધનના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીનાં બાળકો સિટી અને બીઆરટીએસમાં નિઃશુલ્ક યાત્રા કરી શકશે તેવી જાહેરાત કરી છે. પાલિકા દ્વારા ગત વર્ષે પણ રક્ષાબંધનના દિવસે બહેનો માટે મુસાફરી ફ્રી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સિટીબસ અને બીઆરટીએસની બસ સેવા શહેરના દરેક ખૂણે ઉપલબ્ધ હોવાથી બહેનોને પણ શહેરના કોઇ પણ વિસ્તાર સુધી પહોંચવામાં મુશ્કેલી નહીં પડશે. પાલિકાની ગણતરી મુજબ બીઆરટીએસના १३ તેમજ સિટીબસના 45 રૂટ પર કુલ 2 લાખ લોકો મુસાફરી કરે છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સીટીબસ અને બિઆરટીએસ બસનું ભાડૂ સામાન્ય વર્ગના લોકોને પણ પરવડે તે મુજબ નક્કી કરવામાં આવ્યા છે. સીટીબસ અને બીઆરટીએસ બસ સેવાનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સિનીયર સિટીઝન અને મહિલાઓ દ્વારા લેવામાં આવે છે. નોકરિયાત વર્ગના લોકો મોટી સંખ્યામાં બસ સેવાનો લાભ લે છે. તેમના માટે સીટીબસ સેવા આશિર્વાદ સમાન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.