(જી.એન.એસ), તા.૭
સુરત શહેરમાં શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી છે જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ગુરુવારે મોડી રાત્રે સુરતના પાંડેસરાના બમરોલીમાં આવેલા અપેક્ષાનગરમાં ઘર બહાર હાથલારી પર સુતેલા યુવકની લાશ મળી હતી. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જોકે યુવકના આંખ અને કાનમાંથી લોહી નીકળતું હોવાથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકનું નામ વાલ્મીકિ છે જે ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ત્રણ બહેનો અને એક નાનો ભાઈ સહિત માતા-પિતા સાથે રહે છે. રાત્રી ભોજનબાદ વાલ્મીકિ ઘરની બહાર સુવા માટે ચાલ્યો ગયો હતો. જોકે, વહેલી સવારે તેના આંખ-કાનમાંથી લોહી નીકળતી હાલતમાં લાશ મળી હતી. વાલ્મીકિની જાણ થતાં જ પરિવારે પોલીસ અને 108ને ઘટનાની જાણ કરી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વાલ્મીકિ મૂળ મહારષ્ટ્રનો રહેવાસી હતો. પરિવારની તમામ જવાબદારી વાલ્મીકિ પર હતી. જેથી તેના મોતને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. જ્યારે પોલીસ વાલ્મીકિના મોતનું કારણ જાણવા તેના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લઇ આવી છે. મોત અંગેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.