Home ગુજરાત સુરતમાં રત્નકલાકારોને ઝેરી પાણી પીવડાવનારની નિકુંજ દેવમુરારીની પોલીસે ધરપકડ કરી

સુરતમાં રત્નકલાકારોને ઝેરી પાણી પીવડાવનારની નિકુંજ દેવમુરારીની પોલીસે ધરપકડ કરી

25
0

(જી.એન.એસ) તા. 12

સુરત,

સુરતના કાપોદ્રામાં રત્નકલાકારો ને ઝેરી પાણી પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ દેવમુરારી હવે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી નિકુંજ દેવમુરારી એ કાપોદ્રા પોલીસની ઉલટ તપાસમાં મોટો ખુલાસો કર્યો હતો કે તેના દ્વારા ઝેરી દવા ખરીદી કરનારો CCTV કેમેરામાં કેદ થયો છે.સરથાણાના કીર્તિ મેડિકલમાંથી સેલ્ફોસ ખરીદ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાત સામે આવી છે કે, મેનેજરના ભાણિયાએ પાણીના કુલરમાં દવા નાખી છે અને દેવું વધી જતા નિકુંજ આપઘાત કરવા ગયો હતો તો આપઘાતની હિંમત ન થતા સેલ્ફોસ પાણીના કુલરમાં નાંખ્યુ હતુ જેમાં 118 જેટલા રત્નકલાકારોની તબિયત બગડી હતી અને દેવું થઈ જતાં આરોપી નિકુંજ ડિપ્રેશનમાં હતો જેમાં પોલીસે હત્યાના પ્રયાસના ષડયંત્રનો ગુનો નોંધ્યો છે.નિકુંજે કુલરમાં ઝેરની પડીકી નાંખ્યા બાદ ભાન થતાં પોતે જ દુર્ગંધની વાત ફેલાવી હતી અને સેલફોસ કૂલરમાં ફેંક્યું ને ધમાચકડી મચી ગઈ હતી.

આ સમગ્ર ઘટનામાં 125 કર્મચારીઓ નોકરીએ આવ્યા હતા અને ૧૧૮ને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જેમાં સેલકોસનું ૧૦ ગામનું પાઉચ તરતું દેખાયું હતુ.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,21 માર્ચે આ બેયનાં ૨૪ હજાર સેલફોસના પાઉચ સુરત આવ્યા હતા જેમાં ૨૪ હજારમાંથી ૯ હજાર પાઉચ પર હતી પોલીસની નજર,કાપોદ્રા-વરાછા-સરથાણા વિસ્તારની દુકાનોમાં આ પાઉચ ડિસ્ટ્રીબ્યુટ થયા હતા,સરથાણા સ્થિત કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી નિકુજે સેલફોસ ખરીધું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુંજે પોતાના એક મિત્ર પાસેથી ₹૮,૦૦,૦૦૦ ગીરવે લીધા હતા. આ લોનની રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નિકુંજે સવારે દુકાનમાંથી ઝેરી દવા લાવી હતી અને ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field