Home Uncategorized સુરતમાં મિલકત દસ્તાવેજ સબ રજીસ્ટ્રારની કચેરી હવે ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ થતા...

સુરતમાં મિલકત દસ્તાવેજ સબ રજીસ્ટ્રારની કચેરી હવે ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ થતા મહેસૂલ મંત્રીએ કરી પ્રશંસા

34
0

સુરતના બહુમાળી ખાતે અઠવા અને ઉધના માટેની મિલકત દસ્તાવેજની સબ રજીસ્ટ્રા રની ઓફિસ સાતમા આઠમા માળે કાર્યરત હતી. આ વિસ્તારમાં દર વર્ષે 32 હજાર કરતાં વધારે લોકો અહીં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માટે આવતા હતા.જેને કારણે ખૂબ તકલીફ થતી હતી. રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે હર્ષ સંઘવી તાત્કાલિક અસરથી નિર્ણય લઈને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આજથી સબ રજીસ્ટારની ઓફિસ શરૂ કરાવી છે. રજીસ્ટ્રેશન માટે બહુમાળીના સાતમા-આઠમાં માળ સુધી જવું પડે છે.

હજારો લોકો આવતા હોવાને કારણે લિફ્ટની પણ સમસ્યા હતી. સતત વ્યસ્ત હોવાને કારણે લોકોનો સમય પણ ખૂબ થતો હતો. વારંવાર સુરતના અને નવસારીના સાંસદોને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ ભાજપના નેતાઓ દ્વારા સંકલનમાં પણ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યા બાદ આખરે આજે સુરત જિલ્લા કલેકટરને આપેલા સૂચન મુજબ માત્ર 100 કલાકમાં જ સબ રજીસ્ટ્રારની ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડી દેવામાં આવી છે,

જેનું ઉદ્ઘાટન આજે હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉધનામાં 19,000 અને અઠવા ઝોનમાં 13,000 રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થતી હતી. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મહેસૂલ મંત્રી તરીકે પહેલી જ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવી દેવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટરને સબ રજીસ્ટ્રારની ઓફિસ ફેરવવા માટે સૂચન આપવામાં આવતા જ માત્ર 100 કલાક જેટલો આ ઓછા સમયમાં ઓફિસ ફેરવી નાખવામાં આવી છે, હવે અઠવા અને ઉધનાના લોકોએ ગ્રાઉન્ડ ફોર ઉપર જ સબ રજીસ્ટ્રારની ઓફિસમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડિવિઝન બેંચના બન્ને જજના મત અલગ, હવે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટની મોટી બેંચ કરશે
Next articleમોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી