મનિયા ડુક્કર ગેંગના 16 જેટલા સભ્યોને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા
(જી.એન.એસ),તા.૨૦
સુરત શહેરમાં ફરી ગેંગ વોર થઈ છે. આ વખતે મનિયા ડુક્કર ગેંગના સભ્યોએ વિશાલ વાઘની ગેંગ પર જાહેરમાં હુમલો ક્યો છે. જયેશ બાળકું ઉર્ફે વાઘ અને દિનેશ પાટીલ એ લીંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ગેંગના ત્રણ જેટલા સભ્યો પર ચપ્પુ વડે હુમલો કર્યો. એટલું જ નહીં જાહેરમાં જ બંદૂક કાઢી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ડિંડોલી પોલીસે હુમલો કરનાર મનિયા ડુક્કર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી બન્ને પાસેથી બંદૂક અને જીવતા કારતુસ સાથે ત્રણ જેટલા ઘાતક ચપ્પુ પણ કબ્જે કરવામાં આવ્યા છે. સુરત ડિંડોલી વિસ્તારમાં બે ગેંગનો સતત આંતક જોવા મળી રહ્યો છે. મનિયા ડુક્કર ગેંગ પર સુરત પોલીસ એ ગુજસીટોક હેઠળ કાર્યવાહી પણ કરી છે અને મનિયા ડુક્કર ગેંગના 16 જેટલા સભ્યોને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. વિશાલ વાઘની ગેંગના કેટલાક સભ્યો હત્યા જેવા ગુનામાં અંદર બંધ છે, જ્યાં વિશાલ વાઘ જામીન પર બહાર છે. પણ આ જ ગેંગના કેટલાક સભ્યો જેલમાંથી બેસીને ગેંગ ઓપરેટ કરી રહ્યા છે બને ગેંગ વચ્ચે વર્ષોથી બબાલ ચાલી રહી છે. બને ગેંગ વચ્ચે ગેંગ વોરમાં અનેક હત્યા થઈ ચુકી છે ત્યારે બસ આ થયેલી હત્યાઓનો બદલો લેવા માટે એક બીજાની ગેંગ પર અનેક વાર હુમલો કરવામાં આવી રહ્યા છે.
બે દિવસ અગાઉ લીંબાયત વિસ્તારમાં જાહેરમાં જ મનિયા ડુક્કર ગેંગના સભ્યો બારકુ વાઘ અને દિનેશ પાટીલ એ વિશાલ ગેંગના સભ્યો પર જાહેરમાં જ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે કેવી રીતે બને હુમલાખોર ચપ્પુ અને બંદૂકની અણીએ હુમલો કરે છે. હુમલો કરી બિંદાસ રીતે મોપેડ લઈ ફરાર થઈ જાઈ છે જ્યાં બને ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડી ઘાયલ યુવકની ફરિયાદ લઈ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ગેંગ વોર થતા સુરત પોલીસ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરે છે. જ્યાં બને ઈસમ ડિંડોલી વિસ્તારમાં હોઈ ડિંડોલી પોલીસે બારકુ વાઘ અને દિનેશ પાટીલની ડિંડોલી વિસ્તારમાંથી ધરપકડ કરી બનેની તલાશી લેતા તેમની પાસેથી ઘાતક ચપ્પુ અને એક બંદૂક સાથે જીવતા કાર્ટૂઝ પણ કબ્જે કરવામાં આવ્યા છે. બને ઈસમને પૂછ પરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ વિશાલ વાઘની ગેંગ દ્વારા હુમલા ખોર મનિયા ડુક્કર ગેંગના સભ્ય બારકુ વાઘના મોટા ભાઈની વિશાલ વાઘે હત્યા કરી હતી. બસ તેનો જ બદલો લેવા તેમણે આ ઘટનાને અંજામ આપ્યાનું કબલ્યું છે. ડિંડોલી પોલીસ એ આ બને આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને વધુ તપાસ કરી છે કે ખરેખર જૂની અદાવત કે પછી જેલમાંથી સોપારી આપીને વિશાલ વાઘની ગેંગનો ખાતમો કરવાનો પ્રયાસ આ તમામ દિશામાં પોલીસ હવે તપાસ કરી રહી છે. સાથે જ પોલીસ પકડાયેલા આરોપી પર ગુજસીટોક જેવી કલમ હેઠળ કાર્યવાહી કરવાની તજ વીજ હાથ ધરી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.