Home ગુજરાત સુરતમાં મગોબમાં ફર્નિચરનું કામ કરતા યુવકને ચોર સમજી મોતને ઘટ ઉતારી દીધો

સુરતમાં મગોબમાં ફર્નિચરનું કામ કરતા યુવકને ચોર સમજી મોતને ઘટ ઉતારી દીધો

30
0

શહેરના છેવાડે ડુંભાલ મગોબ પાસે સુથારી કામ કરતા એક યુવકને ચોર સમજીને સિક્યુરિટી ગાર્ડ અને દિયા ડેવલપર્સની નવી બંધાતી બિલ્ડિંગમાં કામકાજ કરતા માણસોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ અંગે સારોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મરણજનારનું નામ પુખરાજ સત્યનારાયણ સુથાર(32) છે અને તે ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહે છે.

આ અંગે સારોલી પોલીસે તેના કૌટુંબિક ભાઈ જુગલ કિશોર સુથારની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ડુંભાલ-મગોબ દિયા ડેવલપર્સની ખુલ્લી જગ્યા પરથી પુખરાજ સુથારની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેના આધારે તપાસ કરતા પુખરાજ સુથારને ચોર સમજીને માર માર્યો હતો. જેના કારણે ગંભીર ઈજાઓ થતા મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

સારોલી પોલીસે હત્યાના ગુનામાં આસપાસમાં રહેતા લોકોના નિવેદનો અને સીસીટીવી ફૂટેજ આધારે હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકર્ણાવતી ટ્રેનમાં આવેલા યાત્રી પાસેથી 38 લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા
Next articleપ્રેમનો ભાંડો ફૂટયો, બચાવવાં પ્રેમિકાના સગીર ભાઈની હત્યા કરનારા યુવકને થઇ આજીવન જેલ