Home ગુજરાત સુરતમાં ભેજાબાજોનો ભાંડો ફૂટ્યોઃ ઝેરોક્ષ મશીનમાં છાપતાં 2 હજારની નકલી નોટ

સુરતમાં ભેજાબાજોનો ભાંડો ફૂટ્યોઃ ઝેરોક્ષ મશીનમાં છાપતાં 2 હજારની નકલી નોટ

383
0

(જી.એન.એસ) તા.૬
સુરતઃ
રૂ. બે હજારના દરની બનાવટી ચલણી નોટ સાથે પાંચને પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી હતી. રૂ. 4.34 લાખની 217 નંગ નકલી નોટ સાથે પાંચ પકડાયા હતા. જે કલર કલર ઝેરોક્ષ કરી નકલી નોટ તૈયાર કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રૂ. બે હજારના દરની નોટ ચલણમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં સુરતમાં પહેલી વખત નકલી નોટ ઝડપાઈ છે.
કતારગામ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ અને કોન્સ્ટેબલ રસિકભાઈને એવી બાતમી સાંપડી હતી કે, કતારગામ ધોળકિયા ગાર્ડન નજીક એક વ્યક્તિ રૂ. બે હજારના દરની 10 નકલી નોટ અન્ય એખ વ્યક્તિને આપવા આવવાનો છે. જેના આધારે કતારગામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ડી. એચ. ગોર અને તેમની ટીમે છટકું ગોઠવી સુરેશ રબારીને પકડી પાડ્યો હતો. જ્યારે જયરામ રબારીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી.
નકલી નોટના ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને કરવાની હોવાથી આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે બાકીના ચાર જયરામ રબારી, અબ્દુલ અને હર્ષદને પકડી પાડ્યા હતા. જેની પાસેથી રૂ. 4.14 લાખની કિંતમની 207 નકલી નોટ હાથ લાગી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ હર્ષદ કલર પ્રિન્ટ કરી નકલી નોટ તૈયાર કરતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિવિલમાં ડોક્ટર પર હુમલો, નર્સો ડોક્રટરો હડતાલ પર
Next articleસાંસદ વરૂણ ગાંધી બે દી’ આણંદની ઓચિંતી મુલાકાતે: અનેક તર્ક-વિતર્ક