(જી.એન.એસ)તા.1
સુરત,
સુરતના શ્યામધામ ચોક શ્યામધામ સોસાયટી ખાતે કરિયાણાની દુકાન ધરાવતા યુવાન પાસે દોઢ મહિના અગાઉ બે મહિલા મહાનગરપાલિકાના કર્મચારીઓ જેવા કપડાં પહેરી આવી હતી અને ફુડ સેફટી લાઈસન્સ કઢાવવા રૂ.2680 લીધા હતા.જોકે, બાદમાં યુવાનને શંકા જતા તેણે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પુણા ભૈયાનગરમાં ઓફિસ ધરાવતો વકીલ પોતાની પાસે લાઈસન્સ બનાવવાનો કોન્ટ્રાકટ છે કહી મહિલાઓને ગેરમાર્ગે દોરી પૈસા ઉઘરાવતો હતો.આથી સરથાણા પોલીસે યુવાનની ફરિયાદના આધારે ગુનો નોંધી વકીલ અને બંને મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી લીલીયા ક્રાકચ ગામના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક બાલાજી બંગ્લોઝની પાછળ યોગેશ્વર રો હાઉસ ઘર નં.31 માં રહેતા 35 વર્ષીય પ્રતીકભાઈ બાબુભાઈ બોઘરા શ્યામધામ ચોક શ્યામધામ સોસાયટી મકાન નં.439 માં ગુરૂકૃપા સેલ્સના નામે કરિયાણાની દુકાન ધરાવે છે. તેમણે બંને મહિલાને પાસોદરા સૌરાષ્ટ્ર રેસિડન્સી નજીક એક દુકાનમાં જોતા પોલીસને જાણ કરી હતી.પોલીસે બંને મહિલા કોમલ નગુભાઈ પરમાર અને શોભના ભુપતભાઈ જાલોધંરા ની અટકાયત કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમને પુણાગામ ભૈયાનગર શુભ પ્લાઝા શોપીંગ સેન્ટર ઓફિસ નં.11 માં બેસતા વકીલ રોહનગીરી અશોકગીરી ગૌસ્વામી એ પોતાની પાસે લાઈસન્સ બનાવવાનો કોન્ટ્રાકટ છે કહી તેમને નોકરીએ રાખી છે. આથી પોલીસે તે દિશામાં તપાસ કરી હતી.જોકે, વકીલાતના અભ્યાસ બાદ વકીલ તરીકે હાલ કામ નહીં કરતા રોહનગીરીએ બંને મહિલાઓને ગેરમાર્ગે દોરી તેમની પાસે આ કામ કરાવી પૈસા ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.આથી સરથાણા પોલીસે ગતરોજ પ્રતીકભાઈની ફરિયાદના આધારે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.