Home ગુજરાત સુરતમાં બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ

સુરતમાં બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ

38
0

(GNS),31

સુરતના સરથાણા જકાતનાકા ખાતે બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક મહિલાના પતિના બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. દમણની મહિલા હોમ ગાર્ડ ઉષાબેનના પતિ સાથે જાગૃતિબેનના પ્રેમ સંબંધ હતા. પાડોશમાં રહેતી બન્ને મહિલાઓ એકમેક સાથે ઝઘડી પડી હતી. આ મામાલે પોલીસે જાગૃતિ નામની મહિલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. ઉષાબેન નામની મહિલા દમણ હોમગાર્ડમાં નોકરી કરતી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર હોમગાર્ડમાં નોકરી કરતી ઉષા નામની મહિલાના પતિને તેની બાજુમાં રહેતી જાગૃતિ સાથે પ્રેમ સંબંધ હતો. આ ઘટનાની જાણ થયા બાદ ઉષા અને જાગૃતિ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. સામે આવેલા વીડિયોમાં મહિલાઓ બેફામ ગાળો પણ બોલી રહી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસમાં હુમલા પાછળનું કારણ સામે આવ્યું છે. ઉષા નામની મહિલાના પતિના જાગૃતિ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ મહિલા હોમગાર્ડ ઉષાને થઈ હતી. ત્યારબાદ ઉષાએ પાડોસમાં રહેતી જાગૃતિ નામની મહિલાને ઘરે જઈ મારામારી કરી હતી. ઉષાએ જાગૃતિ નામની મહિલાને ઢોર માર મારતા તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી. પોલીસે જાગૃતિની ફરિયાદના આધારે ઉષા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlePM નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરાઈ
Next articleએક્ટ્રેસ કંગના રનૌતે સીએમ અને મંત્રી મંડળ સાથે જોઈ ફિલ્મ ‘તેજસ’