બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચારતો હતો
(જી.એન.એસ),તા.૨૯
સુરત,
સુરતના અઠવા વિસ્તારમાં પાડોશમાં રહેતા શખ્સ દ્વારા બંગાળી પરિવારની પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરનારા નરાધમની અઠવા પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી બગી ચલાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પરિણીતાનો એકલતાનો લાભ ઉઠાવી દુષ્કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં પરંતુ અનિતા ના બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચારતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરતના અઠવા પોલીસ મથક હદ વિસ્તારમાં ટેલરિંગનું કામકાજ કરતા બંગાળી યુવકની પત્ની ઉપર અગાઉ પાડોશમાં જ રહેતા શખ્સ દ્વારા દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું છે.
અઠવા પોલીસ મથકમાં પીડિત પરિણીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર, મોહમ્મદ હનીફ કુરેશી નામનો પાડોશમાં રહેતો હતો. પતિ ટેલરિંગનું કામકાજ કરતા હોવાથી મોહમ્મદ હનીફ કુરેશી વારંવાર તેણીના ઘરે કાપડના ટુકડા લેવા માટે આવતો હતો. દરમિયાન અગાઉ પતિની ગેરહાજરીનો લાભ ઉઠાવી મહમદ હનીફે “તું મને ખૂબ જ પસંદ છે. તારા પતિ કરતા સુંદર હું દેખાવું છું, તારા પતિ જોડે લગ્ન કેમ કર્યા?? કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. માનસિક ત્રાસથી કંટાળી ત્યારબાદ પરિણીતા ઘરથી દૂર નજીકમાં રહેવા માટે ચાલી ગઈ હતી. છતાં પણ આરોપી મહમદ હનીફ કુરેશીએ પરણીતાનો પીછો છોડ્યો ન હતો. ત્યાં પણ પરિણીતાના પતિની એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
એટલું જ નહીં પરંતુ જો આ બાબતની જાણ પતિને કરશે તો બાળકો અને પતિને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. જ્યાં અંતે માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ સમગ્ર હકીકત પતિને જણાવતા મામલો સામે આવ્યો હતો. જે બાદ અઠવા પોલીસ મથકમાં આ મામલે પરિણીતાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અઠવા પોલીસે આરોપી મોહમ્મદ હનીફ કુરેશીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જ્યાં આગળની કાર્યવાહી અથવા પોલીસે હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.