(જી.એન.એસ) તા.૧૦
સુરત,
સુરતમાં ગઈકાલે ઈન્ટર્નશીપ કરતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ માં ઈન્ટર્નશીપ કરતી 24 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી છે. જાનવી નામની યુવતીએ પોતાના ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વરાછા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ગઈકાલે ઈન્ટર્નશીપ કરતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. નવી સિવિલ હોસ્પિટલમાં 24 વર્ષીય જાનવીએ હાલમાં જ MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં શોક ફેલાયો છે. વરાછા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ સુરતની નવી નવી સિવિલ હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કરી ઈન્ટર્નશીપ કરતા 25 વર્ષના યુવકે આપઘાત કર્યો હતો. ઘટનાને જોઈ જણાઈ રહ્યું છે કે ક્યાંક આશાસ્પદ યુવક–યુવતી રેગિંગનો શિકાર તો નથી થયા ને શું હોસ્પિટલ તંત્ર રેગિંગનું છુપાવી રહી છે? સુરત પોલીસે આપઘાત મામલે ઊંડી તપાસ શરૂ કરી છે. અગાઉ સુરતમાં પુણા વિસ્તારમાં એક પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. એક મહિના પહેલા જ આ યુગલ રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યું હતું. યુવક પરિણીત હતો જ્યારે તેની પ્રેમિકા અપરિણીત હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બન્નેએ કોઈ અગમ્ય કારણોસર એક જ હુકમાં દોરી બાંધીને જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા યુવકે મોબાઈલમાં હુકમાં દોરી બાંધી હોય તેવો ફોટો તેની બહેનને મોકલ્યો હતો. આ બનાવની વિગત મુજબ સુરતના પુણા ખાતે આવેલા બીવી પાર્ક સોસાયટીમાં હુકમસિંહ એ.ચુડાવત રહેતો હતો જ્યારે તેનો પરિવાર રાજસ્થાનમાં રહેતો હતો. 16 વર્ષ અગાઉ હુકમસિંહના લગ્ન થયા હતા. જેમાં તેને બે સંતાન પણ છે. થોડા સમય પહેલા હુકમસિંહને તેના સંબંધીની દીકરી અનમોલ સાથે પ્રેમ થઈ ગયો હતો. બે અઢી વર્ષથી તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો. જોકે અનમોલ અપરણિત હતી. બન્ને જણા એક મહિના પહેલા રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યા હતા. રાજસ્થાનમાં મોબાઈલની દુકાન ચલાવતો હુકમસિંહ સુરતમાં લોટ દળવાની ઘંટી શરૂ કરવાની કોશિષ કરી રહ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.