(જી.એન.એસ) તા.૪
સુરત,
સરકારી નીતિઓના વિરોધાભાસે ઉદ્યોગપતિઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સરકારે એકબાજુએ નવી ટેક્સ્ટાઇલ પોલિસીમાં ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે તાલુકાની કેટેગરી બનાવી ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વિકસાવવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે તે માટે રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી નીતિઓના વિરોધાભાસે ઉદ્યોગપતિઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સરકારે એકબાજુએ નવી ટેક્સ્ટાઇલ પોલિસીમાં ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે તાલુકાની કેટેગરી બનાવી ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વિકસાવવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે તે માટે રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે, બીજી બાજુએ તેનાથી અવળી જ નીતિ અપનાવતા જંત્રીના નવા દરના કારણે અવિકસિત ગ્રામ્ય વિસ્તારોમાં ટેક્સ્ટાઇલ રોકાણ પર બ્રેક લાગવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ સંજોગોમાં શહેર બહારના વિસ્તારમાં પાંચ વર્ષ સુધી જંત્રીના દર નહીં વધારવાની માંગ સાથે પાંડેસરા વીવર્સ કો. ઓ. સોસા. લિ.એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. નવી ટેક્સ્ટાઈલ પોલિસી જાહેર થયા બાદ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં રોકાણ કરવા સક્રિય થયા છે. જ્યાં સબસિડી સૌથી વધુ છે તેવા પછાત વિસ્તારોમાં કેટલાક ટેક્સ્ટાઈલ એસોસિયેશન પણ સહકારી મોડલ પર ટેક્સ્ટાઈલ પાર્કનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી આવા વિસ્તાર વિકસિત થવા સાથે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે પરંતુ તાજેતરમાં જાહેર કરાયેલા જંત્રી દરને કારણે ઉદ્યોગકારો રોકાણ અટકાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, જંત્રીના નવા દરમાં અવિકસિત ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ વધારો સૂચિત કર્યો છે. પાંડેસરા વીવર્સ કો. ઓ. સોસા. લિ.ના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, નવી ટેક્સ્ટાઈલ પોલિસી અને તાજેતરમાં જાહેર કરાયેલા જંત્રી દરને કારણે વિરોધાભાસ થઈ રહ્યો હોવાથી ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે. નવી ટેક્સ્ટાઈલ પોલિસીમાં જે વિસ્તારોને બેકવર્ડ ગણી, ત્યાં ઉદ્યોગ વિકસાવવાની વાત કરવામાં આવી છે, તે વિસ્તારોમાં સૂચિત સુધારેલા દરો 100 ટકાથી 600 ટકા સુધી વધારવામાં આવ્યા છે. સુરતના મહુવા તાલુકામાં મોસ્ટ બેકવર્ડ એરિયાની કેટેગરીમાં હાલના દર મુજબ ચોરસ મીટર દીઠ 300 રૂપિયા આવે છે, તે જંત્રીના નવા દર મુજબ 1,200 રૂપિયા થાય છે. આમ, જંત્રીના દર વધતા ઉદ્યોગ સાહસિકો અને એસોસિયેશનો રોકાણ પર બ્રેક મૂકી શકે છે. જેથી શહેર બહારના વિસ્તારમાં 5 વર્ષ સુધી જંત્રીના દર નહીં વધારવા માટે માંગ કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.