Home ગુજરાત સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ

સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ

18
0

(જી.એન.એસ),તા.૦૩

સુરત,

સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પરવાના વગર સુરત ખાતે મોટો ખેલ ચાલી રહ્યો હતો. કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી. ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી કૌભાંડ ઝડપી પડાયું હતું. ઓનલાઇન માર્કેટમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે. તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના નમુના લેવાયા  છે. આ ઉપરાંત કોસ્મેટિકના 11 મળી કુલ 14 નમુના લઇ તમામ નમુના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લિંબાયત ઝોની બાજુમાં જ આયુષી એન્‍ટરપ્રાઇઝ દ્વારા આ કૌભાંડ ચાલતું હતું. બનાવટી દવા એલોપેથિક દવાનું લેબલ લગાડી ઓનલાઇન વેચાણ કરતા હતા. સરથાણા સ્થિત VT સર્કલ નજીક RJ એન્‍ટરપ્રાઇઝમાં પણ કાર્યવાહી કરાઈ છે.  માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કાહીરા બાયોટેકમાં પણ રેડ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભામાં રાહુલ ગાંધીના હિંદુવાળા નિવેદન પર PM મોદીનો પલટવાર
Next articleભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહેશે..!!