(જી.એન.એસ) તા.૨૭
સુરત,
માસ્ક વગર તો ઘરની બહાર નીકળવું હવે શક્ય જ નથી, ગુજરાતમાં દિવાળીમાં સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. ત્યારબાદ શિયાળાની એન્ટ્રી થતાં હવામાં પ્રદૂષણ સતત વધતું ગયું છે. ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત આગળ હોવાથી ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી વાયુથી પણ હવા દિનપ્રતિદિન ખરાબ બનતી ગઈ છે. અમદાવાદ, સુરતમાં હવાની ગુણવત્તા બગડતાં અસ્થમા, ફેફસાથી પીડાતા દર્દીઓ માટે તો રોજ શ્વાસમાં ઝેર લેવા સમાન બની ગયું છે. હાલ સુરતમાં તો 3.3 સિગારેટ પીધાનો નશો થાય તેટલી હવા ખરાબ બની છે. એટલે કે મહિને 99 સિગારેટ ફૂંક્યા બરાબર ગણી શકાય. સિગારેટ પીને પણ જેટલા લોકો નથી મોતને ભેટતાં, તેટલા લોકો ઝેરી હવાને કારણે રોગોને આમંત્રણ આપતા જોવા મળ્યાં છે. માસ્ક વગર તો ઘરની બહાર નીકળવું હવે શક્ય જ નથી, તેમ લોકો માનતા થઈ ગયા છે. એર ક્લોલિટી ઈન્ડેક્સ 400ને પાર કરી ગયો છે. ભારતમાં દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ હોવાના આંકડા સામે આવ્યા છે, જેમાં 60 ગણું હવાનું પ્રદૂષણના કારણે લોકો વગર સિગારેટ ફૂંક્યા વિના ધુમ્રપાન કરતા હોય તેમ રોગોના શિકાર થયા છે. અન્ય રાજ્યો હરિયાણા 29, બિહાર 10, ઉત્તર પ્રદેશ 9.50, ઓડિશા-બંગાળ-રાજસ્થાનમાં 7.5, સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ હવામાં છે. અત્યારે સુરતમાં હવાનું સૌથી વધુ પ્રદૂષણનો આંકડો 215 સુધી પહોંચી ગયો છે. જ્યારે નવી દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 355ને પાર પહોંચી ગયો છે. વિશ્વ આરોગ્ય સંગઠન પ્રમાણે કોઈપણ શહેરમાં Air Quality Index 0-50 હોય તો તેને શ્વાસમાં લેવા માટે સારી હવા માનવામાં આવે છે. આનાથી શરીરને કોઈપણ નુકસાન થતું નથી. AQI 51- 100 હોય ત્યારે તેને સહન કરાય તેટલું પ્રદૂષણ કહેવામાં આવે છે. જે લોકોને શ્વાસની બીમારી હોય તેમને થોડા પ્રમાણમાં આ એર ક્વોલિટીથી તકલીફ થઈ શકે છે. AQI 101-200 તેને સામાન્ય કહેવામાં આવે છે તેનાથી અસ્થમા અને ફેફસાંને લગતી બીમારી ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. AQI 201-300 હોય ત્યારે તેને પ્રદૂષિત હવા કહેવામાં આવે છે. વધુ સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી ફેફસાં અને શ્વસનતંત્રને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે. AQI 301-400 હોય ત્યારે તેને અતિ ગંભીર હવા માનવામાં આવે છે તેનાથી શ્વસનતંત્રને ગંભીર હાનિ પહોંચી શકે છે. જ્યારે AQI 400થી વધુ હોય ત્યારે સ્વસ્થ લોકો પણ બીમાર થઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.