(જી.એન.એસ) તા.૪
સુરત,
સુરતમાં ડ્રગ્સના વધતાં દૂષણના નાથવા અને યુવા પેઢી ડ્રગ્સના રવાડે ન ચઢે તે જોવા સુરત પોલીસે 15 લાખ રૂપિયાનું ખાસ મશીન વિકસાવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે ફક્ત એક જ મિનિટમાં કહી શકે છે કે ડ્રગ્સ લીધું છે કે નહીં. સુરતમાં ડ્રગ્સના વધતાં દૂષણના નાથવા અને યુવા પેઢી ડ્રગ્સના રવાડે ન ચઢે તે જોવા સુરત પોલીસે 15 લાખ રૂપિયાનું ખાસ મશીન વિકસાવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે ફક્ત એક જ મિનિટમાં કહી શકે છે કે ડ્રગ્સ લીધું છે કે નહીં. આમ જેઓ ડ્રગ્સ લે છે અને રેવ પાર્ટીઓનું આયોજન કરે છે તેમના માટે આ એક મોટી ચેતવણી સમાન છે. રાજ્યનું પ્રથમ એન્ટી-નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સ ડિટેક્શન એનાલિઝર તરીકે ઓળખાતા ઝડપી ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનાલાઈઝર મશીન છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ મશીનની ખાસિયત એ છે કે તેને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનીંગ ઈન્સ્ટ્રુમેન્ટ છે, જેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. જો પોલીસને શંકા છે કે કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે, તો મશીનની સાથે કીટમાં લાળના નમૂના લેવાનું ઉપકરણ છે. તે ઉપકરણનો ઉપયોગ કરીને, વ્યક્તિના મોંમાંથી નમૂના લેવામાં આવે છે. તે સેમ્પલ મશીનમાં નાખ્યા બાદ માત્ર 60 સેકન્ડમાં જ ખબર પડે છે કે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં. ગુજરાત પોલીસનું પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ એસઓજી ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવતું આ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ છે. અહીં NDPS કેસો સંભાળવામાં આવશે અને NGO અને વિવિધ સંસ્થાઓની મદદથી ડ્રગ્સના વ્યસનથી પીડિત લોકો માટે પુનર્વસન કાર્યક્રમો ચલાવવામાં આવશે. આ યુનિટનો મુખ્ય હેતુ નશાની લતમાં ફસાયેલા લોકોને આ આદતમાંથી મુક્ત કરવાનો છે. પહેલા રિપોર્ટ 7 દિવસમાં મળતો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ, ડ્રોન અને આ સ્પેશિયલ ડ્રગ્સ ડિટેક્શન એનાલાઈઝર મશીનની મદદથી અમે એવા સ્થળો પર દરોડા પાડીશું જ્યાં ડ્રગ પાર્ટીઓ કે રેવ પાર્ટીઓની માહિતી મળશે. આ મશીન મૂવેબલ છે, એટલે કે તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને કોઈપણ વ્યક્તિની તાત્કાલિક તપાસ કરી શકાય છે. માત્ર 60 સેકન્ડમાં આ મશીન જણાવે છે કે કોણે ડ્રગ્સ લીધું છે કે નહીં. પહેલા બ્લડ સેમ્પલ લેવામાં અને રિપોર્ટ આવવામાં લગભગ 7 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ મશીન એક સાથે અનેક લોકોનું ટેસ્ટિંગ કરી શકે છે. આ મશીનની કિંમત 15 લાખની આસપાસ છે અને આવનારા સમયમાં આવા વધુ મશીનો મંગાવવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.