Home ગુજરાત સુરતમાં ઠગબાજએ મહિલાને વિદેશી નાગરિક તરીકે ઓળખ આપી મિત્રતા કરી 57 લાખ...

સુરતમાં ઠગબાજએ મહિલાને વિદેશી નાગરિક તરીકે ઓળખ આપી મિત્રતા કરી 57 લાખ પડાવ્યા

24
0

નાનપુરાના કૈલાશનગરમાં રહેતી 57 વર્ષીય આધેડ મહિલાને વિદેશી નાગરિક તરીકે ઓળખ આપી ઠગબાજએ મિત્રતા કેળવી 57 લાખની રકમ પડાવી છે. મહિલા પર મે-22માં વોટસએપ એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું કે મારૂ નામ હેરી છે અને ફ્રાંસમાં રહું છું અને સિવિલ એન્જિનિયર તરીકે કામ કરૂ છું. પછી મહિલા સાથે મેસેજ દ્વારા વાતચીત થતી અને તેમાં મિત્રતા થઈ હતી. પછી તે શખ્સે મહિલાને કહ્યું કે મારી પત્ની 7 વર્ષ પહેલા અવસાન પામેલ છે અને મારે એક દીકરી છે. મહિલા પાસે પૈસા પડાવવા માટે હેરીએ પોતાની દીકરીની બર્થડે છે એમ કહી મહિલાને ગિફ્ટ મોકલ્યું અને બે દિવસ પછી એરપોર્ટથી ફોન આવશે એટલે ગિફ્ટ મળી જશે એવુ કહ્યું હતું.

મહિલા પર મુંબઈ એરપોર્ટથી ફોન આવ્યો અને હેરીએ ગિફ્ટ મોકલ્યું હોવાની વાત કરી શરૂઆતમાં પાર્સલ છોડાવવા માટે 35 હજારની રકમ માંગી હતી. મહિલાએ પાર્સલમાં શું છે એમ પૂછતાં કહ્યું કે ગોલ્ડ જ્વેલરી, લેપટોપ, ઘડિયાળ, પર્સ, સેંડલ અને 30 હજાર પાઉન્ડ છે. જેથી મહિલાએ હેરીને વોટ્સએપ કોલ કરી આટલી બધી વસ્તુ કેમ મોકલી મારે કોઈ વસ્તુની જરૂર નથી, આથી હેરીએ મહિલાને લગ્ન કરવા માટે પ્રપોઝલ તરીકે આ બધી વસ્તુ મોકલી હોવાનું કહ્યું હતું. મહિલાએ તેને માત્ર મિત્ર તરીકેની કરી રહીએ એમ કહ્યું હતું. જે નંબરથી ફોન આવ્યો તે નંબર પર પાર્સલ રિટર્ન કરી દેવાની વાત કરી તો રિટર્ન પાર્સલના 50 હજારની માંગણી કરી હતી.

આથી મહિલાએ મજબૂરીમાં 35 હજાર ભરી પાર્સલ લેવાની તૈયારી કરી હતી. થોડા દિવસો પછી એરપોર્ટથી એક લેડીઝનો કોલ આવ્યો તેણે મહિલાને 30 હજાર પાઉન્ડને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા માટે 3.60 લાખની રકમનો ચાર્જ માંગ્યો હતો. એવી જ રીતે એરપોર્ટ પરથી પ્રિયા નામની લેડીએ મની ટ્રાન્સફર કરવા સર્ટિફિકેટ પર સહી કરવા ડાયરેક્ટરને 3 લાખની રકમ આપવી પડશે, મુંબઈ પાર્સલ લેવા માટે આવો ત્યાં સુધી સ્ટોરમાં રાખવા 60 હજાર માંગ્યા હતા.

આથી મહિલા મુંબઈ એરપોર્ટ પહોંચતા ઠગ મહિલાએ બે દિવસ પછી ઘરે પાર્સલ આપી દેવાની વાત કરી હતી અને છેવટે એરપોર્ટ પર પકડાયા હોવાનું બહાન કાઢી ચાર્જ માંગી ઠગાઈ આચરી હતી. ચીટિંગનો ભોગ બનનાર મહિલાને હેરીએ કહ્યું કે, એક લાખ પાઉન્ડ લઈને આવતા મને દિલ્હી એરપોર્ટ ઉપર એરેસ્ટ કર્યો છે અને મની લોન્ડીંગનો કેસ કરેલ છે. એમ કહી દિલ્હી એરપોર્ટ પર ઈમીગ્રેશનમાંથી મહિલાએ વાત કરી 5 લાખની રકમ પડાવી હતી.

આવી રીતે અલગ અલગ ચાર્જીસ નામે મહિલા પાસેથી ઠગ ટોળકીએ 57.39 લાખની રકમ પડાવી હતી. મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે હેરી, પ્રિયાની ઓળખ આપનાર મહિલા, દિલ્હી એરપોર્ટ ઈમીગ્રેશનમાંથી વાત કરતી મહિલા અને ઈમેલ આઇડી ધારક સામે ગુનો નોંધ્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચાણસ્માના પલાસરમાં ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપ્યો, બે ફરાર થયા
Next articleવડોદરામાં તારાપુર-વટામણ રોડ ઉપર ટ્રકમાં ભટકાઇ કાર, 1નું થયું મોત, ૨ને પહોચી ઈજા