Home ગુજરાત સુરતમાં છેલ્લા 48 કલાકમાં આઠથી વધારે લોકોએ આત્મહત્યા કરી

સુરતમાં છેલ્લા 48 કલાકમાં આઠથી વધારે લોકોએ આત્મહત્યા કરી

8
0

(જી.એન.એસ) તા.૫

સુરત,

રાજ્યમાં લગભગ દરરોજ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ડાયમંડ સિટી સુરતમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. હકીકતમાં સુરતમાં 48 કલાકમાં આપઘાતના 8 બનાવોએ ખળભળાટ મચાવી દીધો છે. રાજ્યમાં લગભગ દરરોજ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ડાયમંડ સિટી સુરતમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. હકીકતમાં સુરતમાં 48 કલાકમાં આપઘાતના 8 બનાવોએ ખળભળાટ મચાવી દીધો છે. આ આત્મહત્યાના બનાવોમાં કેટલાકે આર્થિક સંકડામણના કારણે તો કેટલાકે સામાન્ય કારણોસર આપઘાત કર્યો છે. સાથે જ મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ છે. સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, બે દિવસમાં ભાજપના મહિલા નેતા સહિત 8 લોકોએ જીવનનો અંત આણ્યો છે. જેમાં એક રત્ન કલાકારે આર્થિક મંદીના કારણે જીવનનો અંત આણ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કામ ન મળતા સંજય રામજી મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. આ સાથે ડાયમંડ સિટીમાં 4 યુવકો, 2 આધેડ અને 2 યુવતીઓએ આત્મહત્યા કરી છે. દારૂ પીવાનું છોડી દેવાની ઠપકો આપતાં આધેડએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય એક યુવક અને યુવતીએ પણ સામાન્ય ઘરેલું ઝઘડાને કારણે આપઘાત કરી લીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field