Home ગુજરાત સુરતમાં ગોડાદરા-ઉન વિસ્તારમાંથી બે મહિલા સહિત 11 બોગસ ડોક્ટર ઝડપાયા

સુરતમાં ગોડાદરા-ઉન વિસ્તારમાંથી બે મહિલા સહિત 11 બોગસ ડોક્ટર ઝડપાયા

4
0

(જી.એન.એસ) તા.૯

સુરત,

સુરતના શ્રમજીવી વર્ગનું પ્રભુત્ત્વ ધરાવતા વિસ્તારોમાં લાંબા સમયથી ક્લીનીક ખોલી કોઈપણ ડિગ્રી વિના ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી લોકોના જીવન સાથે રમત રમતા બોગસ ડોકટરો વિરુદ્ધ સુરત પોલીસની ઝુંબેશ યથાવત છે.ગતરોજ સુરતની ગોડાદરા અને ભેસ્તાન પોલીસે તેમના વિસ્તારમાંથી કોઈપણ ડિગ્રી વિના ક્લીનીક ચલાવતા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા માટે 27 ટીમ બનાવી તપાસ કરતા બે મહિલા સહિત 11 બોગસ ડોક્ટર મળ્યા હતા.પોલીસે તમામની ક્લીનીકમાંથી દવા અને મેડીકલનો સામાન મળી કુલ રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત પોલીસે બોગસ ડોક્ટર્સ સામે ઝુંબેશ હાથ ધરી હતી અને તેમને ડિગ્રી વિના પ્રેક્ટીસ કરવા જરૂરી સર્ટીફીકેટ પણ બનાવી આપનાર ભેજાબાજો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.છતાં સુરતમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે.આરોગ્ય વિભાગની લાલિયાવાડીને પગલે મુખ્યત્ત્વે શ્રમજીવી વર્ગનું પ્રભુત્ત્વ ધરાવતા વિસ્તારોમાં ધમધમી રહેલા બોગસ તબીબોને શોધી કાઢવા માટે ગોડાદરા પોલીસ અને ભેસ્તાન પોલીસે ગતરોજ 27 ટીમ બનાવી તપાસ કરી હતી.તે પૈકી ગોડાદરા પોલીસે પાંચ જુદીજુદી ટીમો બનાવી આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી 34 ક્લીનીકમાં ડમી પેશન્ટ મોકલી ખરાઈ કર્યા બાદ વૃંદાવનપાર્ક સોસાયટી પ્લોટ નં. 300 ના ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત જીવન ક્લીનીક, લક્ષ્મણનગર સોસાયટી પ્લોટ નં.9 ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત શાહ ક્લીનીક, મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે કેશરભવાની સોસાયટી પ્લો નંએ-18 સ્થિત શ્રી ક્રિષ્ના કલીનીક, માનસરોવર સોસાયટી પ્લોટ નં.30 સ્થિત શુભમ કલીનીક, પ્રિયંકા સોસાયટી વિભાગ 1 પ્લોટ નં.10 ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત રાધેક્રિષ્ણા કલીનીક, આસપાસ આદર્શકુંજ સોસાયટી પ્લોટ નં.5 સ્થિત સાલાસર કલીનીક અને સુપર સિનેમા શોપ નં.4 સ્થિત ખુશી કલીનીક ખાતેથી બે મહિલા સહિત સાત બોગસ ડોક્ટરને ઝડપી લીધા હતા.પોલીસે તેમની ક્લીનીકમાંથી દવા અને મેડીકલનો સામાન મળી કુલ રૂ.1,04,865 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોડાદરા પોલીસ ઉપરાંત ભેસ્તાન પોલીસે 22 જુદીજુદી ટીમ બનાવી ઉન વિસ્તારમાં ભીંડીબજાર અને હયાતનગર વિસ્તારમાં રેડ કરી હતી.ભેસ્તાન પોલીસે અર્ષ ક્લીનીકમાં તપાસ કરતા ત્યાં ક્લીનીકની બહાર ડો.આનંદ બક્ષી નું બોર્ડ હતું અને લતીફ મોહમદ રઝા અંસારી કોઇપણ પ્રકારની ડિગ્રી વગર ક્લીનીક ચલાવતો મળ્યો હતો.તેવી રીતે ભીંડીબજાર રહેમતનગરમાં એસ.બી ક્લીનીકની બહાર ડો.જુબેર અખ્તર નું બોર્ડ હતું અને મોહમદ જાવેદ મોહમદ ઇદુ શેખ બી..એમ.એસની ડિગ્રીના આધારે પ્રેકટીસ કરતા ઝડપાયો હતો. ઉપરાંત ભેસ્તાનના હમીદ નગર શાકમાર્કેટમાં વિવેક ક્લિનીકની બહાર ડો.વિવેક બિશ્વાસ નામનું બોર્ડ હતું અને બિબેકાનંદ બિજોઇ ક્રિષ્ના બિશ્વાસ પ્રેક્ટીસ કરતો મળ્યો હતો.ઉન ભીંડીબજારના દિલદાર નગરમાં આકાશ ક્લિનીકમાં પણ કોઇ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ક્લિનીક ચલાવતો મલય મહીતોષ બિશ્વાસ મળતા પોલીસે તેમને ઝડપી પાડી ચારેય ક્લિનીકમાંથી રૂ.26 હજારથી વધુની કિંમતનો દવાનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field