Home ગુજરાત સુરતમાં ક્રિસમસની અનોખી રીતે ઉજવણી, યતીમખાનામાં બાળકોને બ્લેન્કેટનું વિતરણ

સુરતમાં ક્રિસમસની અનોખી રીતે ઉજવણી, યતીમખાનામાં બાળકોને બ્લેન્કેટનું વિતરણ

300
0

(S.yuLk.yuMk)સુરત,તા.૨૭
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન હેઠળ બાળકોને પ્લાન્ટેશનની ભેંટ આપી ગો-ગ્રીન અભિયાનને પણ આગળ વધાવ્યું
સુરત : હાર્ટ્સ એટ વર્ક દ્વારા ક્રિસમસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે તેમને સામાજીક એક્તાનો સંદેશો આપતો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. સંસ્થાના સદસ્યો સાથે મળી અઠવાગેટ સ્થિત યતીમખાના ખાતે ગયા હતા અને ત્યાં 150 જેટલા મુસ્લિમ બાળકોને બ્લેન્કેટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત અહીંના ટ્રસ્ટી અને સ્ટાફને છોડના વૃક્ષોની ભેંટ આપીને પોતાના ગો-ગ્રીન ઇન્ડિયા અભિયાનને પણ આગળ વધાર્યું હતું.તેમજ બાળકો સાથે કેક કટિંગ કરી ક્રિસમસનીઅનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિરલ સુધીરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર ક્રિસમસ છે જ્યારે તેઓ પોતે હિન્દૂ છે અને તેમને સામાજીક સેવાનું કાર્ય કરીને જ બાળકોને મદદ પોહોંચાડી તે મુસ્લિમ છે. ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ યોજવા પાછળનું કારણ એજ હતું કે ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં વિવિધ જાતિ-ધર્મના લોકોની એક્તા વધુ મજબૂત બને સાથેજ પ્લાન્ટેશનની ભેંટ આપી પર્યાવરણ જાળવણી માટેની પહેલ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field