Home ગુજરાત સુરતમાં કોલેજના ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરતમાં કોલેજના ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો

26
0

સુરતમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે જહાંગીરપુરા વિસ્તારની તબીબી વિદ્યાર્થિનીએ ગેમ ઓવર લખેલી ટી-શર્ટ પહેરી ઘરમાં ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કિમમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીને એટીકેટી આવી હોય તણાવ અનુભવતી હતી. જેને લીધે તેણીએ આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. દીકરી ડોક્ટર બને તે પહેલાં જ જિંદગીનો અંત આણી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવ અંગે મળતી માહિતી મુજબ જહાંગીરપુરા સ્થિત પટેલ નગરમાં રહેતી જાનવીબેન દિલીપભાઇ પટેલ (ઉ.વ.20) કીમ ખાતેના અણીતા ગામમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

દરમિયાન બપોરે જાનવીબેને ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી કાંસો ખાઈ લીધો હતો. બહારથી આવેલા પરિવારના સભ્યો જાનવીબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હેબતાઇ ગયા હતા. તેઓએ જાનવીબેનને તાબડતોબ નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા જાનવીબેનના પ્રાણ પખેરુ ઉડી ગયા હતા. પુત્રીને તબીબોએ મૃત ઘોષિત કરતા પરિવારના સભ્યોએ હૈયાકાંટ કલ્પાંત કર્યો હતો. સબંધીઓએ જણાવ્યું હતું કે, જાનવીબેન કોલેજથી અપડાઉન કરતી હતી.

સોમવારે જ તેણીની કોલેજની ફી ભરવામાં આવી હતી. અભ્યાસનું ટેન્શન હતું. બીજી બાજુ બનાવની તપાસકર્તા જહાંગીરપુરા પોર્લીસ મથકના હે કો પ્રદિપભાઈએ જણાવ્યું હતું કે, જાન્વીબેનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન જાનવીબેનનો તાજેતરમાં એરીકો આવી હોવાનું અને તેને લીધે તણાવ અનુભવતી રહી હોવાનું જાણવા મળ્યું છે.

માનસિક તણાવને લીધે અંતિમ પગલું ભરી લોધું હોવાની શક્યતા સેવાઇ રહી છે. મૃતક જાન્વીબેનના પિતા દિલીપભાઇ પાલિકામાં ડેપ્યૂટી ઇજનેર તો માતા શિક્ષીકા છે. જ્યારે ભાઇ પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જાનવીબેનના અણધાર્યા પગલાથી પરિવારમાં શોકનો કાલીમાં છવાઇ ગઇ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં જિલ્લા પોલીસે 40 લાખની રોકડ સાથે દારૂ પકડ્યો, શહેર પોલીસે 12.66 લાખનો દારૂ ઝડપી પાડ્યો
Next articleકોડીનારમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરનાર ડફેર શખ્સ ત્રણ બંદુક સાથે ઝડપાયો