Home ગુજરાત સુરતમાં ઓનલાઈન ગેમના ઝઘડામાં કિશોરને મિત્રએ તેના ભાઈ સાથે મળી મોતને ઘાટ...

સુરતમાં ઓનલાઈન ગેમના ઝઘડામાં કિશોરને મિત્રએ તેના ભાઈ સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો

32
0

સુરતના ઊન ભીંડીબજાર વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ રમતાં રમતાં મોતને ભેટેલા 14 વર્ષના કિશોરને લઈને ઘટસ્ફોટ થયો છે. ફ્રી ફાયર ગેમમાં હારજિત બાબતે ઝઘડો થતાં મિત્રએ કરાટે જાણતા હોઈ, તેના ભાઈ સાથે મળી માર મારતાં મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે કિશોરની માતાની ફરિયાદના આધારે બંને ભાઈ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના ઊન ભીંડીબજાર વિસ્તારમાં રહેતો 14 વર્ષનો સુલેમાન ( નામ બદલ્યું છે ) 17 ઓક્ટોબર 2022ના રોજ સવારે મિત્ર સાથે રમવા ગયો હતો.

જોકે કલાક બાદ તે ભીંડીબજાર રેશમાનગર પાંચ માળા બિલ્ડિંગ પાસે દેવનારાયણ કરિયાણા સ્ટોર નજીક મિત્ર સાથે ઝપાઝપી બાદ બેભાન થઈ જતાં તેના મામા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ બાદ તેના મોતનું કારણ પેન્ડિંગ હતું, પણ સુલેમાનની માતાએ પાંડેસરા પોલીસમાં પુત્રના મોત બાબતે તેના મિત્ર રાજા સલાઉદ્દીન માસ્તર અને તેના ભાઈ દિલશાદ માસ્તર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મૃતકની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પુત્ર ઇકબાલ અને મિત્ર વચ્ચે ફ્રી ફાયર ગેમમાં હારજિત બાબતે ઝઘડો થયો હતો. મિત્રએ એ સમયે સુલેમાનને ગાળો આપી ભાઈ સાથે મળી ઢીંકમુક્કીનો માર માર્યો હતો. ઉપરાંત કરાટેના જાણકાર મિત્રના ભાઈએ ગળું પકડી માથામાં મુક્કો મારતાં તેનું મોત નીપજ્યું હતું.

સુલેમાનને માર મારતા તે નીચે પડી ગયા બાદ પણ બંને ભાઈઓએ તેને ઢીકમુક્કીનો માર મારતા તેનું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે સુલેમાનની માતાની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘ધ નાઈટ મેનેજર’નું હિન્દી ટ્રેલર થઈ ગયું રિલીઝ, કઈ તારીખે અને ક્યાં જોવા મળશે
Next articleમાંગરોળ તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા વર્કર બહેનોનું વાર્ષીક સંમેલન યોજાયુ