(જી.એન.એસ)તા.૨૧
સુરત,
કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા બાદ રેનોલ્ટ ક્વીડ કાર ના ડિવાઈડર સાથે અથડાવી હતી સુરતમાં કારચાલકે નશામાં કાર હંકારી અકસ્માત કરતા ચાર જણા ઘાયલ થયા હતા. બીજીતરફ ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને કારમાંથી બહારકાઢીને ઝોર માર માર્યો હતો. એચલું જ નહી કારની તોડફોડ પણ કરી હત સુરતના અલથાણમાં 20 ઓક્ટોબરની રાતે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બેફામ જતાં કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા બાદ રેનોલ્ટ ક્વીડ કાર BRTSના ડિવાઈડર સાથે અથડાવી હતી.આ ઘટનાથી લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે, કારચાલકને કાર બહાર ખેંચીને ધડાધડ ફડાકા ઝીંકી દીધા હતા. તો અન્ય એક યુવકે કારના બોનેટ ઉપર ચડીને કાચ પર લાતો મારી બુકડો બોલાવી દીધો હતો. આજે આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. નબીરાના કારનામાંથી ઉશ્કેરાયેલા લોકોએ ઘટનાસ્થળે જ બરોબરનો પાઠ ભણાવ્યો હતો. રવિવારની રાત્રે પાંડેસરા વિસ્તારમાં GJ 05 RJ 0177 નંબરની સફેદ રંગની કારના ચાલકે બેફામ કાર દોડાવીને બેથી ત્રણ વ્યક્તિને અડફેટે લીધા હતા. આટલેથી ન અટકી નબીરાએ કારને વધુ દોડાવી તે અલથાણ તરફ આવ્યો હતો, જ્યાં કારને રૂટમાં ડિવાઈડર સાથે અથડાવી હતી. બેફામ કારચાલકની આ હરકતોથી સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને એકઠા થઈ ગયા હતા.રોષે ભરાયેલા લોકોના ટોળાએ કારને ઘેરી લીધી હતી અને કારચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોમાંથી એક કાળા ટી-શર્ટવાળા યુવાને કારના બોનેટ ઉપર ચડીને એક બાદ એક કારને લાતો મારવાની શરૂઆત કરી દીધી. જ્યારે બીજી બાજુ કારનો દરવાજો ખોલીને અન્ય એક વ્યક્તિ લાતોથી અને હાથથી કારચાલકને મારી રહ્યો હતો. જે બાદ કારચાલકને બહાર કાઢીને પણ મેથીપાક ચખાડ્યો હતો.જે બાદ હાજર લોકોમાંથી કોઈએ પોલીસને બોલાવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અલથાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકને લઈ પોલીસ સ્ટેશન રવાના થઈ હતી. જ્યાં કારચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.આ મામલે વધુમાં અલથાણ પોલીસએ જણાવ્યું હતું કે, કારચાલક પિંકેશ દલાલ હોસ્પિટલમાં નોકરી કરે છે, નશાની હાલતમાં કાર ચલાવતો હતો. કારચાલકે પાંડેસરા વિસ્તારમાં બે-ત્રણ વ્યક્તિને અડફેટમાં લીધા બાદ અલથાણ આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. હાલમાં આરોપીની ધરપકડ કરી અને તેની વિરુદ્ધ ડીએનએસ કલમ 281, 324 અને એમ.વી. એક્ટની કલમ 185 તથા પ્રોહીબેશન એક્ટની કલમ 66(1) બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, આરોપી પિંકેશે નશો કરી કાર ચલાવી હોવાથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કરવા માટે આરટીઓ સુરતને રિપોર્ટ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. આરોપી સુરત શહેરના અડાજણ વિસ્તાર ખાતે આવેલા સુમન જ્યોત એસએમસી આવાસમાં રહે છે.ગઈકાલે સવારે બે કલાકમાં બે અકસ્માત સર્જાયા હતા. જેમાં એક પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે સાંજે ફરી અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બેફામ દોડતી રેનોલ્ટ ક્વીડ કારે પાંડેસરામાં બેથી ત્રણ લોકોને અડફેટે લીધા બાદ અલથાણમાં આવી બીઆરટીએસ રૂટમાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. 24 કલાકમાં ત્રણથી વધુ અકસ્માતો સર્જાયા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.