(જી.એન.એસ) તા.૨૩
સુરત,
પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ કર્યું હતું સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં રાતના 2થી સવારના 5 વાગ્યા વાગ્યા દરમિયાન એકમાત્ર ભેસ્તાન વિસ્તારમાં 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. એમાં 50 જેટલાં હિસ્ટ્રીશીટર લોકોના લિસ્ટ સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી હતી. તો 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું ડીસીપીએ જણાવ્યું છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતાં અસમાજિક તત્ત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડિંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ-અલગ 7 ટીમો બનાવી આજરોજ 22 નવેમ્બરના સવારે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પોતાની સાથે એક યાદી લઈને પહોંચી હતી, જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોનાં નામ હતાં. 50થી વધુ હિસ્ટ્રીશીટરની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ કર્યું હતું.ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ભેસ્તાન આવાસ જે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. સવારે 2 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે. આ કોમ્બિંગમાં ઝોનના તમામ પોલીસ ઓફિસરની ટીમ બનાવી છે. 100થી વધુ અધિકારી અને કર્મચારીઓ ભેસ્તાન આવાસમાં 1600થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જ્યાં હિસ્ટ્રીશીટર, એમસીઆર કાર્ડમાં રજિસ્ટર્ડ લોકોના ત્યાં તપાસ હાથ ધરી છે.સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારના એરિયલ વ્યૂ માટે, એરિયલ ચેકિંગ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા વિસ્તાર ચેકિંગ હાથ ધર્યું હતું. કેટલાક લોકો મળી પણ આવ્યા છે, જેની પૂછપરછ અમે કરી રહ્યા છે. જે લોકો અમને નથી મળ્યા તેમને ત્યાં અમે આવનાર દિવસોમાં ચેકિંગ કરીશું. આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા, તે અંગેની પણ પૂછપરછ અમે કરીશું.ચેકિંગ દરમિયાન કરાયેલી કામગીરી હથિયારધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 5 શખસ વિરુદ્ધ જી.પી.એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી.કોમ્બિંગ દરમિયાન સુલેહ-શાંતિનો ભંગ કરે તેવાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધમાં BNSS 126,170 મુજબ 6 કેસ કરી અટકાયતી પગલાંની કામગીરી કરાઈ. ભેસ્તાન આવાસ બહાર નીકળવાના 6 રસ્તા (ગેટ) ઉપર અલગ-અલગ 6 ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી, નંબર પ્લેટ વગરના, ફોલ્ટી નંબર પ્લેટવાળા, વાહનના દસ્તાવેજ વગરનાં કુલ 50 વાહન ચેક કરવામાં આવ્યાં.
કોમ્બિંગ દરમિયાન MCR-H.S.-237, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બૂટલેગર 7, NDPS નાસતા ફરતા તથા શકમંદ 11, સક્રિય ગુનેગાર 37 શખ્સ ચેક કરવામાં આવ્યા. કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ 1 શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.