સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં અજાણ્યા ઇસમોએ કેતન રમેશ હેડાઉ પર ચપ્પુના સાતથી આઠ ઘા માર્યા હતા. જેથી કેતનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોતની થયું હતું.
હત્યાના બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારા દીકરાના મિત્રનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કેતન પર હુમલો થયો છે અને તબિયત ખરાબ છે. જેથી હું ઝડપથી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. જ્યાં ખબર પડી કે, મારા દીકરાને 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો અને શરીર પર ઇજાના નિશાન મળ્યા હતા.
હોસ્પિટલ પહોંચ્યાના થોડી જ ક્ષણોમાં મારા દીકરાનું સામાન્ય સારવાર બાદ મોત થયું હતું. મારો દીકરો એર ઇન્ડિયામાં નોકરી પર ચડ્યાને 6 મહિના જ થયા હતા. અમારી પોલીસ અને સરકાર પાસે એક જ માંગ છે કે, આવું કોઈની સાથે થવું ન જોઈએ. મારનાર કોણ હતા એ ખબર નથી. પરંતુ, પાંચેક મદ્રાસી હોવાનું જાણવા મળ્યું છે.
કાન, ગરદન અને હાથ ચપ્પુના સાતથી આઠ ઘા પર મારવામાં આવ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અમારી માત્ર ન્યાયની એક જ માંગ છે. જેથી આવી ઘટના ફરી ન બને.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.