Home ગુજરાત સુરતમાં અચાનક મોતનો સીલસીલો હજુ યથાવત, વધુ ત્રણ યુવાને જીવ ગુમાવ્યો

સુરતમાં અચાનક મોતનો સીલસીલો હજુ યથાવત, વધુ ત્રણ યુવાને જીવ ગુમાવ્યો

2
0

(જી.એન.એસ) તા.૧૧

સુરત,

સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. તેવા સમયે સચિન જી.આઇ.ડી.સીમાં ૨૭ વર્ષીય યુવાન, વરાછામાં હીરાના કારખાનામાં ૩૯ વર્ષીય યુવાન અને પુણામાં ૪૧ વર્ષના યુવકની એકાએક તબિયત લથડતા બેભાન થયા બાદ મોતને ભેટયા હતા. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સચિન જી.આઇ.ડી.સીમાં ગીતાનગરમાં રહેતો ૨૭ વર્ષીય દરોગા વિજય પટેલ ગત રાતે નોકરી ઘરે આવીને ભોજન કરીને સુઇ ગયો હતો. જોકે આજે વહેલી સવારે તે નહી ઉઠતા પરિચિત ગભરાઇ ગયા હતા. જેથી તેને સારવાર માટે ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કે મુળ ઉતરપ્રદેશમાં બનારસનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તે લુમ્સખાતામાં કામ કરતો હતો. બીજા બનાવમાં કામરેજમાં નવાગામમાં સૌરાષ્ટ્ર રો હાઉસમાં રહેતો ૩૯ વર્ષીય પ્રકાશ ભુપત માવાણી ગત કાલે સાંજે વરાછાના કોહીનુર સવાણી રોડ પર કે સ્ટાર જેમ્સમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો. ત્યારે તેની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ભાવનગરમાં ગારીયાધરનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રત્નકલાકારનું કામ કરતો હતો. ત્રીજા બનાવમાં પુણાગામમાં વલ્લભનગરમાં રહેતો ૪૧ વર્ષનો પ્રકાશ બચુભાઇ બેરડીયા આજે સવારે ઘરમાં અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. જે તે તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ અમરેલીમાં સાવરકુંડલાનો વતની હતો. તે પ્રાઇવેટમાં સફાઇ કામ કરતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field