Home ગુજરાત સુરતમાંથી ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું

સુરતમાંથી ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું

18
0

IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ ID થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી

(જી.એન.એસ),તા.૨૮

સુરત,

સાડા ચાર કરોડ રૂપિયાનું ટ્રેન ટિકિટ કૌભાંડ પકડાયું. એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડામાં કૌભાંડ બહાર આવ્યું છે. IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ ID થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી હતી. વિજિલન્સ અને સ્થાનિક પોલીસને  973 બોગસ IDની વિગત મળી હતી. પોલીસે પાંચ લેપટોપ પણ કબ્જે કર્યા છે. ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ-ટિકિટ બુક કરાઈ હતી. રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે 10 કરોડના ટ્રાન્ઝેક્શન કરાયા હતા. એકતરફ લોકો કલાકોના ઇંતેજાર અને લાંબી કતારમાં ઉભા રહેવા છતાં કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી તે સામે આ ભેજાબાજો  બોગસ IDની મદદથી ટિકિટ મેળવી લેતા હતા. પોલીસે ટિકિટ કૌભાંડના આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાના કેલિફોર્નિયામાં ટેસ્લા ગાડીને નડ્યો ભયંકર અકસ્માત
Next articleકાળઝાળ ગરમી સહન કર્યા બાદ રાજધાની દિલ્લી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન