Home રમત-ગમત Sports સુરતની મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં IPLનો ઓલરાઉન્ડર ફસાઈ ગયો

સુરતની મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં IPLનો ઓલરાઉન્ડર ફસાઈ ગયો

60
0

(જી.એન.એસ),તા.૨૧

મુંબઈ,

20 ફેબ્રુઆરીના રોજ મોડલ તાનિયાએ પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. અંદાજે 2 વર્ષથી તાનિયા ફેશન ડિઝાઈનિંગ અને મોડલિંગનો અભ્યાસ કરી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તાનિયાએ છેલ્લો ફોન અભિષેક શર્માને કર્યો છે. સુરતની ફેમસ મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં પોલીસે પુછપરછ માટે સમન મોકલ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, તાનિયાએ છેલ્લો ફોન અભિષેક શર્માને કર્યો હતો. આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્ટાર ખેલાડી અભિષેક શર્મા સુસાઈડ કેસમાં ફસાઈ ગયો છે. 

તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલ રમે છે. તે એક ઓલરાઉન્ડર છે. તેમણે આઈપીએલમાં 47 મેચમાં 137.38ની સ્ટ્રાઈક રેટથી 893 રન બનાવ્યા છે. તેનો હાઈ સ્કોર 75 રન છે. આઈપીએલમાં અત્યારસુધી તેમણે 4 અડધી સદી ફટકારી છે અને 9 વિકેટ લીધી છે. 28 વર્ષની તાનિયા સિંહ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ડિઝાઇનિંગ અને મોડેલિંગ ક્ષેત્રમાં કામ કરતી હતી. તાનિયા સિંહના સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ હતા. રિપોર્ટ્સ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર તાનિયાના 10 હજારથી વધુ ફોલોઅર્સ હતા. હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય તાનિયા રણજી ટ્રોફી મેચમાં ક્રિકેટરના સંપર્કમાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનરે માત્ર એક ભૂલ કરીને 1 વર્ષનો પ્રતિબંઘ લાગ્યો
Next article23 ફેબ્રુથી WPL 2024ની શરુઆત, ગુજરાત જાયન્ટસી કાશવી ગૌતમ ટૂર્નામેન્ટમાંથી બહાર