Home ગુજરાત સુરતના 5 કરોડની લૂંટ-ફાટ કરનાર લોકો વલસાડ જિલ્લામાંથી પકડાયા

સુરતના 5 કરોડની લૂંટ-ફાટ કરનાર લોકો વલસાડ જિલ્લામાંથી પકડાયા

13
0

(જી.એન.એસ)તા.૨૧

સુરત,

સુરતમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાંઉકેલી નાખ્યો છે. તેણે પાંચ લૂંટારુઓને વલસાડ જિલ્લામાંથી ઝડપ્યા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યાહી કરવામાંઆવી છે. સુરતમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટનો (Loot) મામલો પોલીસે ગણતરીના કલાકોમાંઉકેલી નાખ્યો છે. તેણે પાંચ લૂંટારુઓને વલસાડ જિલ્લામાંથી ઝડપ્યા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યાહી કરવામાંઆવી છે. પારડી-પલસાણા નજીકથી બે આરોપી ઝડપવામાં આવ્યા છે. બાકીના ત્રણ આરોપીઓ ભિલાડ નજીકથી ઝડપાયા છે. લૂંટનો કરોડોના મુદ્દામાલ પણ મળ્યો છે. લૂંટ થયાના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લેવાયા છે. આમ આરોપીઓ લૂંટનો માલ ઠેકાણે પાડે તે પહેલા પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. તેના લીધે તેઓને લૂંટના માલનો નિકાલ કરવામાં નિષ્ફળતા મળી છે. સુરતમાં વેપારી સાથે રૂ.5 કરોડની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી નવયુગ સોસાયટી પાસે પરિવાર સાથે રહેતા હરીશભાઈ નામના શખ્સે કાળા નાણાને સફેદમાં ફેરવવાની કોશિશ કરતા લૂંટ થઈ હતી. હરીશભાઈ પાસે છેલ્લા છ મહિનાથી પાંચ કરોડ કાળા રૂપિયા પડ્યા હતા અને આ નાણાંને સફેદ કરવા માટે તે સફેદ નાણાની આરટીજીએસ એન્ટ્રી માટે જુદા જુદા લોકોનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ થોડા દિવસો પહેલા તે મુંબઈના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો અને બંનેએ 5 કરોડની રોકડના બદલામાં રૂ.5 કરોડમાં આરટીજીએસ એન્ટ્રીનો સોદો કર્યો હતો. આ સોદામાં વચેટિયા તરીકે શ્રીકાંત નામના વ્યક્તિની ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈથી લોકો હરીશભાઈ પાસે પહોંચ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ લઈને તેમની ઈનોવા કારમાં રાખી હતી. લૂંટારૂ એટલો હોશિયાર હતો કે તેણે આ તમામ રકમ સીસીટીવી કેમેરામાં કેદ ન થાય તે માટે હરીશભાઈના ઘર પાસેના રોડ પર તેની ઈનોવા કારમાં રાખી હતી. ત્યારબાદ હરીશભાઈ ઈનોવા કાર અને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજ્યારે તે ફરહાન અખ્તર સાથે સંબંધમાં આવી ત્યારે લોકો કહેતા હતા આવી વાતો, શિબાની દાંડેકરે આપ્યો જવાબ
Next articleકોલકાતા બળાત્કાર-હત્યા કેસ : જુનિયર ડોકટરો 42 દિવસ પછી આજે કામ પર પાછા ફર્યા