Home ગુજરાત સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ...

સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

10
0

(જી.એન.એસ) તા.૯

સુરત,

સુરતમાં સરથાણામાં સામુહિક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્નીપુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સરથાણા પોલીસે હત્યારાને સાથે રાખી ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યુ છે. સુરતમાં સરથાણામાં સામુહિક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. સરથાણા વિસ્તારમાં સૂર્યા ટાવરમાં રહેતા યુવાને પરિવારની સામુહિક હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીપુત્રના મોત નિપજ્યા હતા અને માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. સ્મિતની ધરપકડ કરાયા બાદ તે સરથાણા પોલીસના લોકઅપમાં હતો. સાંજે તેને ખાવાનું આપવામાં આવ્યું તો તેને શીરો માંગ્યો હતો. તેમજ સૂવા માટે ઓશિકું માંગ્યું હતું. ગળામાં ચીરો પડ્યો હોવાથી ખાઈ શકતો નહોતો. પોલીસ વિચારતી હતી કે અફસોસ વ્યક્ત કરવાને બદલે શીરો માંગે છે. તેના માતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પોતાના લોહીલુહાણવાળા ઘરના બદલે સંબંધીના ઘરે ઉતર્યા હતા. સ્મિત કોઈ આકરું પગલું ભરે તે માટે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરથાણામાં આવેલ સૂર્યા ટાવરમાં સ્મિત જિયાણી નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. ગત રોજ સ્મિત નામના યુવાને અચાનક પોતાના પરિવાર પર ઘાતકી હુમલો કર્યો. યુવાને પહેલા પત્ની અને માસૂમ બાળક તેમજ પોતાના માતાપિતાને પણ ચપ્પુ મારી ઘાયલ કર્યા. પરિવારને ઘાતકી રીતે ઘાયલ કર્યા બાદ સ્મિત નામના યુવાને પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સામૂહિક હત્યાના પ્રયાસમાં યુવાનની પત્ની અને બાળકનું મોત નિપજયું હતું. જ્યારે ઘાયલ યુવાન અને તેના માતાપિતા હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડબલ મર્ડર કેસમાં સરથાણા પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી હતી. પત્નીપુત્રના હત્યારા આરોપી સ્મિતને કોર્ટમાં રજૂ કરાયો હતો. સરથાણા પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આરોપી સ્મિત જિયાણીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી સ્મિત જીયાણીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. હત્યારાને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું છે. આરોપી સ્મિત મગરના આંસુ સારતો નજરે ચડ્યો હતો. આરોપી બે વાર આપઘાતનો પણ પ્રયાસ કરી ચુક્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field