(GNS),30
સુરતના બહુચર્ચિત સામુહિક આપઘાત મામલામાં SIT ની ટીમે મનીષ સોલંકીના બનેવી અને 9 કારીગરોના નિવેદનો લીધા છે. કોન્ટ્રાક્ટર મનીષે નજીકના જ કોઈ વ્યકિતના મનદુ:ખથી પગલું ભર્યાની આશંકા છે. હાલ પોલીસે મનીષ સોલંકીના ત્રણેય બનેવીના નિવેદન લીધા છે. તો બીજી તરફ, સુરત પોલીસની SIT ની ટીમે તપાસનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. હાલમાં ટીમે મૃતક દંપતીના બંને ફોનની કોલ ડિટેઇલ્સ પર મદાર રાખ્યો છે, જેથી તેમાં હત્યાનું કારણ મળી આવે. હાલ સીટની ટીમ મૃતક મનીષ સોલંકી અને તેમના પત્ની બંનેના ફોનના ડિટેઈલ્સ અને મેસેજમાંથી શું મળે છે તે ફંફોસી રહી છે. તેમજ મનીષ સોલંકીના બનેવી અને 9 કારીગરોના નિવેદનો લેવાયા છે. કોન્ટ્રાક્ટર મનિષે નજીકના વ્યકિતના મનદુ:ખથી પગલું ભર્યાની આશંકા છે.
હાલ સીટની ટીમ મનીષ સોલંકીના મોબાઈલની તપાસ કરી રહી છે. તેના કોલ ડિટેઈલ્સ પરથી ચોક્કસ વ્યક્તિ સુધી પગેરું પહોંચી શકે છે. સાથે જ મનોષ સોલંકીને કોઈ બહારના નહિ, પરંતુ નજીકના જ વ્યક્તિથી મનદુખ હોય તેવુ સ્પષ્ટ દેખાય છે. જેથી તેઓએ સ્યૂસાઈડ નોટમાં નામ લખવાનું ટાળ્યું છે. મનીષ સોલંકીની અંતિમ નોટમાં ભલે કોઈના નામનો ઉલ્લેખ ન હોય, પરંતુ તેમના શબ્દો ઘણુંબધું કહી જાય છે. ફર્નિચરનું કોન્ટ્રાક્ટ લેતા મનીષ સોલંકીને નજીકના જ વ્યક્તિએ દગો કર્યો છે, આ જ આઘાતને કારણે તેઓએ પરિવાર સાથે મોત વ્હાલુ કર્યુ હતુ. સમાજમાં એ વ્યક્તિની બદનામી ન થાય તે માટે તેઓએ સ્યૂસાઈડ નોટમાં નામ લખવાનુ પણ ટાળ્યું છે. જો કોઈ બહારની વ્યક્તિએ રૂપિયા ચાંઉ કર્યા હોત તો તેમણે મુક્તમણે નામ લખ્યા હોત. હાલ તો પોલીસે મનીષ સોલંકીના ત્રણેય બનેવીના નિવેદનો લીધા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.