Home ગુજરાત સુરતના ડીંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીએ બાળકીનો લીધો જીવ

સુરતના ડીંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીએ બાળકીનો લીધો જીવ

2
0

(જી.એન.એસ) તા.૨૭

સુરત,

સુરતના ડીંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો  એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે વાલીઓ માટે ચેતવણીની ઘંટડી સમાન છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો  એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે વાલીઓ માટે ચેતવણીની ઘંટડી સમાન છે. હાલમાં સુરતના ચેતન નગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સોસાયટીના કેટલાક બાળકો રોડ કિનારે રાખેલ ગટરના ઢાંકણા પાસે રમતા હતા. જેમાં ઓટો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા પરિવારની બે દીકરીઓ પણ અહીં રમી રહી હતી. અચાનક ઢાંકણા ઉંચા થયા. તેની નીચેથી બે વર્ષની બાળકી બહાર નીકળવામાં સફળ રહી. જ્યારે પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રીને માથામાં ઢાંકણ વાગતાં ઈજા થઈ હતી. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. પાંચ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી, ત્યારે ઢાંકણા બાળકી પર પડ્યા હતા. એક જ પરિવારની બે છોકરીઓમાંથી એક છોકરીએ અભ્યાસ છોડી દીધો હતો. જ્યારે અન્ય યુવતીને માથામાં ગંભીર ઈજા થઈ છે. જોકે, પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે ડિંડોલી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ છોકરીઓની મદદ માટે દોડતી વખતે એક દર્શકને પણ પગમાં ઈજા થઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પરિવારને જાણ કરી હતી અને બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. જો કે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવ અંગે ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના ભાઈની કંપનીમાં GSTના દરોડામાં 500 કરોડનું કૌભાંડ પકડાયું
Next articleવડોદરામાં પહેલી વખત કોમર્સના તમામ વર્ષોના બીજા સેમેસ્ટરનું શિક્ષણ કાર્ય એક સાથે શરુ થશે