તાઈક્વાઈન્ડોની ૧૧મી એશિયન જુનિયર ચેમ્પિયનશીપનું આયોજન વિયેતનામમાં થયું હતું. ૨૫થી ૨૮મી ઓગસ્ટ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં ઈન્ડિયન ટીમમાં ૧૦ બોય્ઝ અને ૧૦ ગર્લ્સ એમ ૨૦ સ્ટુડન્ટે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતના ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મળી હતી.
સુરતમાંથી ૫ ટેકવોન્ડો પ્લેયર્સ મિહિર નલિયાપરા, નીર્વી હેડ, તેના રાજા, કામ્યા મલ્હોત્રા અને ધ્રુવાંક જૈન ભાગ લીધો હતો. આ ટીમના કોચ તરીકે ડાયનામિક વોરિયર માર્શલ આર્ટ એકેડેમીના પમીર શાહ ની નિમણુંક થઇ હતી. આ ચેમ્પિયનશિપમાં બોય્ઝમાં-૫૧ કિલો કેટેગરીમાં મિહિર નલિયાપરાએ હોંગકોંગ અને ચાઈનાને હરાવી બ્રાન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને નીર્વી હેડએ નેપાળને હરાવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. મિહિર ૨ મહિના અગાઉ વર્લ્ડ સ્કૂલ ગેમ, પેરિસમાં પણ ભારત નું પ્રતિનિધિત્વ કરી ચૂકયો છે.
નીર્વી પણ ૨૦૧૮-૨૦૧૯માં એશિયન તથા વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. મિહિર, નીર્વી, ઝેના અને કામ્યા ગત મહિને વર્લ્ડ જુનિયર તાઇકવાન્ડો ચેમ્પિયનશિપ, બુલ્ગેરિયામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. આ તમામ ૫ પ્લેયર્સ સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી સીઓઈ એકેડેમીમાં એક્સપર્ટ કોચ અમન કુમાર હેઠળ તાલીમ લઇ રહ્યા છે.
તાઈક્વાન્ડો એ એક પ્રકારની માર્શલ આર્ટ છે અને ફુલ કોન્ટક સ્પોર્ટસ છે. ટાઈક્વાન્ડો એ ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે.તાઈક્વાન્ડો અને જુડો સિવાય બીજી કોઈ પણ માર્શલ આર્ટને ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું નથી તાઈક્વાન્ડો ફુલ કોંટેક્ટ માર્શલ આર્ટ હોવાથી સેલ્ફ ડિફેન્સ માટે ખુબ જ પ્રખ્યાત છે. સુરત શહેરમાં અત્યારે ૨૦૦૦થી વધુ પ્લેયર્સ તાઈક્વાન્ડોની ટ્રેનિંગ લઇ રહ્યા છે. ૪૦થી વધારે સ્કૂલ્સમાં તાઈક્વાન્ડો એક સબ્જેકટ તરીકે શીખી રહ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.