Home ગુજરાત સુરતના કેબલ બ્રિજ નીચેથી બે માસનું બાળક તેજી દેવાયેલી હાલતમાં મળ્યું, માતા-પિતા...

સુરતના કેબલ બ્રિજ નીચેથી બે માસનું બાળક તેજી દેવાયેલી હાલતમાં મળ્યું, માતા-પિતા સીસીટીવીમાં કેદ

27
0

સુરતના અડાજણ સ્થિત કેબલ બ્રીજ પર બે માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. રાહદારીની નજર બાળક પર પડતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે તો બીજી તરફ આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં બાળકને તરછોડનાર માતા-પિતા કેબલ બ્રિજ પરતી પસાર થતાં હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. સાથે જ પોલીસની શી ટીમ નવજાતનું ધ્યાન રાખી રહી છે. સુરતના મગદલ્લામાં નવજાતને બિલ્ડીંગ પરથી ફેંકી દેવાની ઘટના સમી નથી, ત્યાં વધુ એક બાળકને ત્યજી દેવાની ઘટના સુરત શહેરમાં સામે આવી છે.

સુરતના અડાજણ અને પાર્લે પોઈન્ટને જોડતા કેબલ બ્રીજ પર એક બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. અહીંથી રાહદારીઓ પસાર થતા લોકોની નજર ફૂલ જેવા માસુમ બાળક પર પડી હતી. લોકોએ તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે. જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. નવજાત બાળકને આ રીતે મૂકીને જતા રહેલા માતા પિતાને શોધવાનું શરૂ કરાયું છે.

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી તપાસવાનું શરૂ કરાયું છે. જેના આધારે નવજાત બાળકને કોણ અને ક્યારે મૂકી ગયું છે. તેની માહિતી મળી શકે.ઉલ્લેખનીય છે કે, બે માસના ફૂલ જેવા માસુમ બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકને ત્યજી દેનારા સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. આ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કંટ્રોલ રૂમમાં ફોન આવ્યા બાદ બાળકને સિવિલ હોસ્પિટલમાં સી ટીમ દ્વારા લઈ જવામાં આવ્યું છે. શી ટીમની સભ્ય મમતા મકવાણા નવજાત બાળકનું ધ્યાન રાખી રહી છે. બાળકની તબિયત તંદુરસ્ત છે. હાલ તેને એન. આઈ. સી. યુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. શી ટીમ હાલ બાળકને માતાની જેમ સાચવી રહી છે.

બાળકને દર બે કલાકે દૂધ આપવામાં આવી રહ્યું છે. એક તરફ પોલીસ માતા પિતાને શોધવા માટેનો પ્રયાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ શી ટીમ બાળકને હાલ દેખરેખ રાખી તેના સ્વાસ્થ્યની કાળજી લઈ રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનસવાડી વકીલ મંડળના મંત્રી સાથે SOG પીએસઆઇના અભદ્ર વર્તનને લઈ હડતાળ
Next articleમર્જર બાદ સાદગીપૂર્ણ માહોલમાં ધ્વજવંદન સાથે દમણ મુક્તિ દિવસની કરાઇ ઉજવણી