Home ગુજરાત સુરતથી રાજકોટ જતી એલ.સી.બી ની ટીમનો રસ્તામાં અકસ્માત થતાં 1 પોલીસકર્મીનું મોત

સુરતથી રાજકોટ જતી એલ.સી.બી ની ટીમનો રસ્તામાં અકસ્માત થતાં 1 પોલીસકર્મીનું મોત

17
0

(જી.એન.એસ)તા.૨૬

સુરત,
રાજકોટ જીલ્લાની એલસીબી ટીમ આરોપીઓની લઈ જઈ રહી હતી ત્યારે અકસ્માત નો ભોગ બની રાજકોટ જીલ્લાની એલસીબી ટીમ આરોપીઓની લઈ જઈ રહી હતી ત્યારે અકસ્માત નો ભોગ બની. એલસીબી ટીમ આરોપીઓને લઈ જતી હતી ત્યારે સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો આઈસર ટેમ્પોએ કારને પાછળથી ટક્કર મારતા સામેથી આવતી ટ્રક સાથે અથડતા આ અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત નિપજયું. આ પોલીસકર્મી રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ છે. હેડ કોન્સેટબલ દિગ્વિજયસિંહ રાઠોડનું અકસ્માતમાં મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો. આ ગમખ્વાર અકસ્માતમાં ઇજાપામનાર ઘાયલોને ભરૂચના અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો વધી રહ્યા છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર દિન પ્રતિદિન અકસ્માતના આંકડામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં નેશનલ હાઈવે પર વધુ એક દુર્ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ જિલ્લા એલસીબી ટીમ આરોપીને ઝડપી લેવા જઈ રહી હતી ત્યારે મોટો અકસ્માત નડ્યો. રાજકોટ એલસીબીની ટીમ કાળા રંગની ક્રેટા કારમાં સુરતથી આરોપીની ઝડપવા નીકળી હતી. દરમિયાન સુરત જિલ્લા પાસે અકસ્માતનો ભોગ બની. એલસીબીની ટીમ આરોપીની ઝડપવા જતી હતી ત્યારે માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાના બોરસરા ગામ પાસે એક ઝડપભેર આઇસર ટેમ્પો ચાલકે ક્રેટાને ટક્કર મારી હતી. ક્રેટા કારને ટક્કર વાગતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી. ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થતાં કાર નીચે પડી અને પલટી ગઈ. કારમાં સવાર ચાર પોલીસકર્મીઓને ગંભીર ઇજા પંહોચી જ્યારે એક આરોપી ગંભીરપણે ઘાયલ થયો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદની સંભાવના: અંબાલાલ પટેલ
Next articleરાહુલની નાગરિકતા પર કોઈ સુનાવણી ન થઈ, કોર્ટે કહ્યું, એક જ મુદ્દા પર બે કોર્ટમાં કેવી રીતે ચર્ચા થઈ શકે?