જી.એન.એસ, તા.૧૨
વરિયાવ સી.જે. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રોફેસરે કાપલી ચેક કરવા માટે પેન્ટમાં હાથ નાખી દે છે તેવો આક્ષેપ કર્યો
સુરતઃ વરિયાવ સી.જે. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રોફેસરે કાપલી ચેક કરવા માટે પેન્ટમાં હાથ નાખી દે છે તેવો આક્ષેપ કર્યો છે. પ્રોફેસરે કરેલા આ કૃત્યને લઈ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી કુલપતિ દક્ષેશ ઠાકરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જ્યારે પ્રોફેસર સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, મારી મરજી, મારે ક્યાં હાથ નાખવો.
વરિયાવ સી. જે. પટેલ કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે સુપ્રિટેન્ડન્ટ પ્રોફેસર હિતેશ પાનસુરીયા ચેકિંગમાં આવ્યા હતા. જેમણે ચાલુ પરીક્ષાએ ક્લાસના 3 વિદ્યાર્થીઓને ઉભા કરી ગર્લ્સની સામે જ પેન્ટમાં હાથ નાખી ચેકિંગ કર્યું હતું. જોકે, વિદ્યાર્થી પાસે કાપલી જેવું કંઈ મળી આવ્યું ન હતું.
વિદ્યાર્થીઓએ પરીક્ષા બાદ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. ત્યારે પ્રોફેસર હિતેશે જણાવ્યું હતું કે, જે કરવું હોય તે કરી લ્યો, હું આ રીતે જ ચેકિંગ કરીશ. મારી મરજી મારે કર્યાં હાથ નાખવો, મારે ઉપરથી આદેશ આવ્યા હોય અટલે ચેક કરવા પડે. જેથી વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
વિદ્યાર્થીઓએ કુલપતિ દક્ષેશ ઠાકરને લેખિતમાં ફરિયાદ કરી હતી. દક્ષેશ ઠાકરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળ્યા બાદ તમામ પ્રોફેસરોને કડક સૂચના અપાઈ છે કે, પરીક્ષામાં વિદ્યાર્થીનો સમય ના બગડે અને ખોટી રીતે ચેકિંગ ના કરવું તે બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.