Home ગુજરાત કચ્છ સુરજબારીથી સામખીયાળી વચ્ચે માર્ગ પર ટેન્કર પલટી જતા વાહનોની લાંબી કતારો લાગી

સુરજબારીથી સામખીયાળી વચ્ચે માર્ગ પર ટેન્કર પલટી જતા વાહનોની લાંબી કતારો લાગી

46
0

કચ્છ સોંરાષ્ટ્રને જોડતા ધોરીમાર્ગ નંબર 27 પર ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જુના કટારીયા પાટિયા નજીક મોરબી તરફ જતું એક ટ્રેલર અકસ્માતે પલટી ગયું હતું. જેના કારણે સવારના બન્ને તરફના માર્ગે 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે સેંકડો વાહનો અટવાઇ પડ્યા હતા. સપ્તાહમાં આ માર્ગે ત્રીજી વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

જોકે બાદમાં સુરજબારી ટોળગેટના સ્ટાફ અનેસામ ખીયાળી પોલીસ દ્વારા ક્રેનની મદદ વડે ટ્રેલરને સીધું કરી દેવામાં આવતા ટ્રેલરે ફરી રફતાર પકડી લીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સામખીયાળીથી સુરજબારી વચ્ચેના જુના કટારીયા પાસે ગાંધીધામ તરફથી તેલ ભરીને મોરબી બાજુ જતું એક ટ્રેલર અકસ્માતે માર્ગ વચાળે પલટી મારી ગયું હતું. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.

બાદમાં સવારે ક્રેનની મદદ વડે ટ્રેલરને સીધું કરી દેવામાં આવતા ટ્રેલરે ચાલતી પકડી હતી અને ફરી માર્ગ પર દોડતું થયું હતું. સદભાગ્યે ઘટનામાં કોઈને ઇજા પહોંચી ના હતી પરંતુ અટવાઇ પડેલા લોકોને નિયત સ્થળે સમયસર પહોંચી ના શકતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ભાજપના ઉમેદવારના સમર્થનમાં આવ્યા,
Next articleસુરતમાં ભાજપના પ્રવક્તાએ કેટલાક મુદ્દાઓ ઉપર તેમને વિસ્તૃત ચર્ચા કરી