Home દેશ - NATIONAL સુરંગમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ શ્રમિકોનો ફોટો આવ્યો સામે…

સુરંગમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ શ્રમિકોનો ફોટો આવ્યો સામે…

22
0

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું,”હું સુરંગમાં ફસાયેલા મિત્રોને કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે..”

(GNS),29

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને મંગળવારે મોડી સાંજે બહાર કાઢવામાં આવ્યા હતા. સાંજે 7.55 વાગ્યે પહેલા મજૂરને સુરંગમાંથી બહાર આવતાની સાથે જ દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ પછી, પછીના અડધા કલાકમાં તમામ 41 શ્રમિકો ટનલમાંથી બહાર આવ્યા હતા. સુરંગમાંથી બહાર આવ્યા બાદ તમામ શ્રમિકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સ્વાસ્થ્ય તપાસવામાં આવ્યું હતું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ શ્રમિકો સાથે ફોન પર વાત કરી હતી. જ્યારે આ શ્રમિકો સુરંગમાંથી બહાર આવ્યા ત્યારે પણ પીએમ મોદીએ તેમના માટે ‘X’ પર લખ્યું હતું. તેમણે કહ્યું કે શ્રમિક ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. પીએમે કહ્યું, હું સુરંગમાં ફસાયેલા મિત્રોને કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમને બધાને સારા સ્વાસ્થ્યની કામના કરું છું..

તમને જણાવી દઈએ કે છેલ્લા 17 દિવસથી દેશના કરોડો લોકોની નજર સિલ્ક્યારા ટનલ પર ટકેલી હતી. સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા કે એ ઘડી ક્યારે આવશે જ્યારે પોતાના જીવના જોખમે સુરંગ ખોદતા દેશના આ શ્રમિકો બહાર આવશે, પરંતુ 17 દિવસ પછી 28 નવેમ્બરની સવાર એ શ્રમિકો માટે એક શુભ મુહૂર્ત લઈને આવી હતી. સવારથી કામકાજ તેજ બન્યું હતું. ટનલની બહાર દરેક શ્રમિકો માટે અલગ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય સેનાનું સૌથી શક્તિશાળી ચિનૂક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું. ટનલની અંદર એક ખાસ અસ્થાયી હોસ્પિટલનું સેટઅપ તૈયાર હતું. ઓસ્ટ્રેલિયાથી આવેલા ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પોતે બાબા બોખનાથની પૂજામાં સામેલ થયા હતા.ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલ પણ કોઈપણ ઈમરજન્સી માટે તૈયાર કરવામાં આવી હતી..

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી પોતે સુરંગની બહાર પહોંચ્યા હતા. બાબા બોખનાથની પૂજા કરી અને પછી સુરંગની અંદર ગયા હતા. કેન્દ્રીય રાજ્ય મંત્રી, નિવૃત્ત જનરલ વીકે સિંહ પણ સતત સુરંગની બહાર રહ્યા હતા અને આ રીતે સમગ્ર દેશ નવેમ્બરના શ્રેષ્ઠ સમાચાર માટે તૈયાર થઈ ગયો હતો. સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે તે રેટ માઈનિંગની છે. તે રેટ માઈનિંગની પર 2014માં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પહેલા અમેરિકાથી લાવેલા ઓગર મશીનથી પણ ડ્રિલિંગ કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 10 મીટરનું ખોદકામ રેટ માઈનિંગઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના કારણે જ શ્રમિકો સુધી પહોંચવું શક્ય બન્યું હતું, એટલે કે, રેટ માઈનિંગે ટનલ ખોદવાની કામગીરીને આખરી ઓપ આપ્યો હતો.

શ્રમિકોના સુરંગમાં ફસાયા પછી શું થયું?
12 નવેમ્બર- ​​ટનલનો એક ભાગ તૂબી ગયો હતો
13 નવેમ્બર – ઓક્સિજન પાઇપ દ્વારા શ્રમિકો સાથે સંપર્ક
14 નવેમ્બર -ઓગર મશીન વડે વર્ટિકલ ડ્રિલિંગ
15 નવેમ્બર- ​​દિલ્હીથી ઓગર ડ્રિલિંગ મશીન આવ્યું.
16 નવેમ્બર – ઓગર મશીન વડે ડ્રિલિંગ શરૂ થયું
17 નવેમ્બર – 24 મીટર પછી ડ્રિલિંગ બંધ
18 નવેમ્બર -હોરીઝન્ટલ ડ્રિલિંગ અંગેનો નિર્ણય
19 નવેમ્બર- ​​નીતિન ગડકરી ટનલ પહોંચ્યા
20 નવેમ્બર- ​​વિદેશથી ટનલ નિષ્ણાતો આવ્યા
21 નવેમ્બર – શ્રમિકો સાથે પ્રથમ વાતચીત
22 નવેમ્બર – આશરે 45 મીટર આડી

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field