મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. હવે આ મામલાની આગામી સુનાવણી ફેબ્રુઆરી 2023માં થશે. કોર્ટે નક્કી કરવાનું છે કે પતિનો પત્ની સાથે બળજબરીપૂર્વકનો સંબંધ બળાત્કાર છે કે નહીં. 11 મેએ દિલ્હી હાઈકોર્ટના 2 જજોએ આ મામલામાં અલગ-અલગ ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ આ મામલો દેશની સૌથી મોટી કોર્ટમાં આવ્યો છે.
નોંધનીય છે કે ભારતીય કાયદામાં મેરિટલ રેપ ગુનો નથી. પરંતુ એક લાંબા સમયથી તેને ગુનો જાહેર કરવાની માંગ ઘણા સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં અરજીકર્તાએ અરજી દાખલ કરી તેને આઈપીસીની કલમ 375 (દુષ્કર્મ) હેઠળ વૈવાહિક દુષ્કર્મ તરીકે લેવાની માંગ કરી હતી. હાઈકોર્ટમાં બંને જજોની આ મામલા પર સહમતિ નહોતી ત્યારબાદ કોર્ટે 3 જજોની બેંચમાં આ મામલો મોકલવાનો નિર્ણય લીધો.
હાઈકોર્ટમાં જજ રાજીવ શકધરએ તેને વૈવાહિક બળાત્કાર અપવાદને રદ્દ કરવાનું સમર્થન કર્યું તો હરિ શંકર જજનું કહેવું હતું કે આઈપીસી હેઠળ અપવાદ બંધારણીય નથી. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે અનુસાર, દેશમાં 29 ટકાથી વધુ મહિલાઓ છે જે પતિ દ્વારા યૌન હિંસાનો સામનો કરે છે. જાણવા મળ્યું કે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આ અંતર વધુ છે. ગામડામાં 32 ટકા તો શહેરી વિસ્તારમાં 24 ટકા મહિલાઓ તેનો શિકાર થાય છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.