Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ટકોર, કહ્યું ‘શું તે યુટ્યુબ પર ફેલાયેલા અશ્લીલ...

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ટકોર, કહ્યું ‘શું તે યુટ્યુબ પર ફેલાયેલા અશ્લીલ કન્ટેન્ટ અંગે કોઈ પગલું લેવા માગે છે?’

28
0

(જી.એન.એસ) તા. 18

નવી દિલ્હી,

કોમેડિયન સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ યુટ્યુબ શોમાં રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પર સોમવારે દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુટ્યુબ પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલતાને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે કડક વલણ અપનાવવા નિર્દેશ કર્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, ‘શું તે યુટ્યુબ પર ફેલાયેલા અશ્લીલ કન્ટેન્ટ અંગે કોઈ પગલું લેવા માગે છે?’

જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ડિજિટલ પ્લેટફોર્મના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ સૂર્યકાંતે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીને કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે તમે (સરકાર) કંઈક કરો.’ જો સરકાર કંઈક કરવા તૈયાર હશે તો આપણે ખુશ થઈશું. નહિંતર, આપણે આ અશ્લીલતા ફેલાવનારા વિસ્તારની કહેવાતી યુટ્યુબ ચેનલો અને યુટ્યુબર જે રીતે તેનો દુરુપયોગ કરી રહ્યા છે તે યોગ્ય નથી.

તેમજ કોર્ટે એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી પણ મદદ માગી છે કે, આપણે આ મુદ્દાના મહત્વ અને સંવેદનશીલતાને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ કાયદો ઘડવો જોઈએ. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાને મજબૂત કરવા માટે કેન્દ્રને પત્ર લખવાનું વિચારી રહી છે. જેથી સરકાર સુનિશ્ચિત કરી શકે કે, રણવીર અલ્હાબાદિયા જેવી અભદ્ર ટીપ્પણીઓ અન્ય કોઈ યુટ્યૂબર કરી શકે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field