Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સુપ્રીમકોર્ટનો ઐતિહાસિક આદેશ કર્યો, કહ્યું કે, તમામ મહિલાઓને ગર્ભપાતનો હક

સુપ્રીમકોર્ટનો ઐતિહાસિક આદેશ કર્યો, કહ્યું કે, તમામ મહિલાઓને ગર્ભપાતનો હક

46
0

મહિલાઓના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે પછી ભલે તે પરણિત હોય કે અપરણિત. તમામ મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાતની હકદાર છે. કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) સંશોધન અધિનિયમ 2021ની જોગવાઈઓની વ્યાખ્યા કરતા આ ચુકાદો સંભળાવ્યો.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફક્ત પરણિત જ નહીં પરંતુ અપરણિત મહિલાઓ પણ 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે. એટલે કે લિવ ઈન રિલેશનશીપ અને સહમતિથી બનેલી સંબંધોથી ગર્ભવતી થયેલી મહિલાઓ પણ ગર્ભપાત કરાવી શકશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદાની વ્યાખ્યા ફક્ત પરણિત મહિલાઓ સુધી સિમિત રહી શકે નહીં. કોર્ટના જણાવ્યાં મુજબ જો મરજી વગર કોઈ વિવાહિત મહિલા ગર્ભવતી થાય તો તેને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ રેપ માનવું જોઈએ અને એ રીતે તેને ગર્ભપાત કરાવવાનો અધિકાર હશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field