Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સુપ્રિમ કોર્ટે રણવીર અલ્લાહબાદિયાને આપ્યો ઠપકો; કહ્યું તેમના મગજમાં ગંદકી ભરેલી છે

સુપ્રિમ કોર્ટે રણવીર અલ્લાહબાદિયાને આપ્યો ઠપકો; કહ્યું તેમના મગજમાં ગંદકી ભરેલી છે

25
0

(જી.એન.એસ) તા. 18

નવી દિલ્હી,

કોમેડિયન સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો માં યૂટ્યૂબર રણવીર અલ્હાબાદિયાએ માતા પિતા પર કરેલી અશ્લીલ કમેન્ટને લઇને મુશ્કેલીમાં મુકાયો છે. અનેક રાજ્યોમાં કેસ થયા છે. આ કેસને રદ કરાવવા માટે યુટ્યૂબરએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેની પર કોર્ટમાં સુનાવણી થઇ છે. સુપ્રિમ કોર્ટે ભારે ફટાકર લગાવી છે પરંતુ સાથે જ તેની ધરપકડ કરવામાં કેટલીક શરતો સાથે રાહત પણ આપી છે. સુપ્રીમ કોર્ટે રણવીરને આદેશ આપ્યો છે કે તે પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં. યુટ્યુબરને પોલીસ સ્ટેશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે.

દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચે રણવીરનો પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ તેને ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે યુટ્યુબરને તેની અભદ્ર ટિપ્પણીઓ બદલ ઠપકો આપતા કહ્યું  કે તેમના મગજમાં ગંદકી ભરેલી છે. અમે આવા વ્યક્તિને શા માટે સાંભળીએ, લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે તમે કંઈપણ પર ટિપ્પણી કરો. તમે લોકોના માતા-પિતાનું અપમાન કરી રહ્યા છો. એવું લાગે છે કે તમારા મગજમાં ગંદકી છે. જે વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યુ છે તેનાથી આખો સમાજ શરમ અનુભવે છે. 

યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના વકીલ અભિનવ ચંદ્રચુડે કોર્ટને જણાવ્યું હતું કે, રણવીરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેની જીભ કાપવા બદલ 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આના પર કોર્ટે વકીલને અટકાવીને કહ્યું હતું કે, શું તમે તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ભાષાનો બચાવ કરી રહ્યા છો? આ અંગે સ્પષ્ટતા આપતાં રણવીરના વકીલે કહ્યું કે તેમને પણ આ શબ્દોથી વ્યક્તિગત રીતે દુઃખ થયું છે, પરંતુ શું આ મામલો એટલો મોટો છે કે તેમની સામે ફોજદારી કેસ દાખલ થવો જોઈએ?

ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રણવીરના વકીલને ઠપકો આપ્યો અને કહ્યું તમે તેનો બચાવ કરી રહ્યા છો કે તે અશ્લીલતા નથી.” તો અશ્લીલતાના ધોરણો શું છે તે અમને કહો. તો શું તમે આવી માનસિકતા ક્યાંય પણ બતાવશો? શું જજમેન્ટ તમને કંઇપણ કરવાનું લાયસન્સ આપે છે? જસ્ટિસ કાંતે કહ્યું કે આટલી બધી એફઆઇઆર થવાને કારણે તેઓ પોતાને બચાવવાનો અધિકાર ગુમાવી રહ્યા છે. અમે તેની પર વિચાર કરી શકીએ છીએ. શું બંને એફઆઈઆરમાં એક જેવુ જ કન્ટેન્ટ છે. કાઉન્સેલએ હામી ભરી તો કોર્ટે કહ્યું કે આનો અર્થ એ થયો કે તમે એફઆઈઆર બરાબર વાંચી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field