(જી.એન.એસ) તા. 5
સુપરસ્ટાર રજનીકાંત અને ડાયરેક્ટર લોકેશ કનાગરાજની એક્શન ફિલ્મ ‘કુલી’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મના પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે આ માહિતી આપી છે. જે અનુસાર આ વર્ષે 14 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ રિલીઝ થશે.
કુલી એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેલુગુ સ્ટાર નાગાર્જુન, કન્નડ સ્ટાર ઉપેન્દ્ર, સૌબીન શાહીર અને સત્યરાજ જેવા મોટા કલાકારો તેમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ સન પિચર્સ દ્વારા કરાયું છે. કુલીનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. કુલી રજનીકાંતની 171મી ફિલ્મ છે. જેમાં સ્ક્રીનપ્લે ગોલ્ડ સ્મગલિંગની આસપાસ ગુંથાયેલ છે.
આ ફિલ્મમાં સત્યરાજે રજનીકાંતના પિતાની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે સત્યરાજે રજનીકાંતની છેલ્લી કેટલીક ફિલ્મો જેમ કે ‘એન્થિરન’ અને ‘શિવાજી’ ને નકારી કાઢી હતી. આમ, રજનીકાંત અને સત્યરાજ 38 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં બોલીવૂડના પરફેક્ટનિસ્ટ આમિર ખાન નો પણ કેમિયો હોવાનું બઝિંગ છે. આ બંને બાબતોને લીધે ફેન્સનું એક્સાઈટમેન્ટ આ ફિલ્મ માટે સાતમા આસમાને પહોંચી ગયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.