Home રમત-ગમત Sports સુનીલ ગાવસ્કરે પોતાની બેટિંગથી કર્યા હેરાન

સુનીલ ગાવસ્કરે પોતાની બેટિંગથી કર્યા હેરાન

18
0

(GNS),10

સુનીલ ગાવસ્કર તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ફકત ભારત જ નહીં વિશ્વભરના ક્રિકેટ ફેન્સના ફેવરિટ ખેલાડીમાંથી એક હતા. સુનીલ ગાવસ્કરે ટેસ્ટ કેરિયરમાં 10,122 રન કર્યા હતા જેમાં 354 સદી સામેલ હતી. તેનો બેસ્ટ ટેસ્ટ સ્કોર 236 નોટ આઉટ છે. સુનીલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઇ 1949 ના રોજ મુંબઇમાં થયો હતો, અને તે આજે 74 વર્ષના થઇ ગયા છે. ભારતના આ દિગ્ગજ ક્રિકેટ ખેલાડીએ 1971 થી 1987 ની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના દમ બતાવ્યો હતો. તેની રમત જોઇને એક ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનના ઇમરાન ખાન પોતાના જ ખેલાડી રમીઝ રાજાને સ્લેજ કરવા લાગ્યો હતો. 1987 માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસ પર આવી હતી અને એક મેચ દરમિયાન રમીઝ રાજા સુનીલ ગાવસ્કર માટે શોર્ટ લેગ પર ઊભો હતો. ઇમરાન ખાન બોલિંગ કરી રહ્યો હતો. ભારતનો દિગ્ગજ બેટ્સમેન ઓફ સાઇડની બોલને છોડી રહ્યો હતો. જ્યારે પણ ઇમરાન ખાન સ્ટમ્પ તરફ બોલિંગ કરતો હતો ત્યારે સુનીલ ગાવસ્કર લેગ સાઇડમાં શોર્ટ લેગ તરફ ફોર માટે ફટકારી દેતો હતો. રમીઝ રાજા ત્યારે શોર્ટ લેગ પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો.

ઇમરાન ખાન સુનીલ ગાવસ્કરને આઉટ કરવામાં અસફળ જઇ રહ્યો હતો અને તેથી ગુસ્સામાં તે રમીઝ રાજાને અપશબ્દ બોલવા લાગ્યો હતો. તેણ રમીઝ રાજાને સુનીલ પાસેથી ઓપનિંગ બેટીંગ કેવી રીતે કરાઇ તે શીખવા કહ્યું હતું. રમીઝ રાજાએ થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે ઇમરાન ગાવસ્કરને આઉટ કરવાની જગ્યાએ તેને અપશબ્દ કહી રહ્યો હતો. રમીઝ રાજા પ્રમાણે સુનીલ ગાવસ્કરે દુનિયાના બેસ્ટ બોલિંગ એટેકની ધાર ઓછી કરી દીધી હતી. ભારતની ટીમે આ શ્રેણી 0-1 થી ગુમાવી દીધી હતી. શરૂઆતની 4 મેચ ડ્રો રહી હતી, પણ બેંગ્લુરૂમાં રમાયેલ અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાને 16 રનથી જીત મેળવી ને શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો. બેંગ્લુરૂ ટેસ્ટ સુનીલ ગાવસ્કરના કેરિયરની અંતિમ ટેસ્ટ હતી. સુનીલ અંતિમ ટેસ્ટમાં માત્ર 4 રનથી સદી ચૂકી ગયો હતો. ગાવસ્કર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો તો ઇમરાન ખાન પ્લેયર ઓફ ધ સીરીઝ રહ્યો હતો. ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ અને 108 વનડે મેચ રમી છે. વનડેમાં તેણે 3092 રન બનાવ્યા છે. વનડેમાં સુનીલે એક સદી અને 27 અર્ધી સદી ફટકારી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના ફોટોશુટને કારણે ફરી ચર્ચામાં આવી
Next articleલક્ષ્ય સેનની કેનેડા ઓપનમાં શાનદાર જીત, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન લી શી ફેંગને આપી માત