Home ગુજરાત ‘સુક્તિઓના સ્વપ્ન’ પુસ્તકનું વિમોચન કરતા સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

‘સુક્તિઓના સ્વપ્ન’ પુસ્તકનું વિમોચન કરતા સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

25
0

સારા પુસ્તકોનું વાંચન સમાજને હંમેશા સાચી દિશા તરફ દોરી જાય છે: સહકાર રાજ્ય મંત્રીશ્રી

સારા પુસ્તકો થકી ‘વાંચે ગુજરાત અભિયાન‘ને મળશે વેગ

(જી.એન.એસ),તા.૩૦

ગાંધીનગર,

ગાંધીનગર ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ‘સુક્તિઓના સ્વપ્ન’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. રાજ્ય મંત્રીશ્રીએ લેખક શ્રી પી.ડી. સુથાર અને સદવાંચન પરિવારના સંયોજક શ્રી ભાનુભાઈ દવેને ધન્યવાદ પાઠવતા જણાવ્યું હતું કે, સારા પુસ્તકોનું વાંચન સમાજને હંમેશા સાચી દિશા તરફ દોરી જાય છે અને સારા પુસ્તકો થકી જ વાંચે ગુજરાત અભિયાનને વેગ મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લેખકો તો સર્વ ઉપયોગી સાહિત્ય લખવા પ્રેરાઈને લખતા જ રહે છે, પરંતુ આજે મોબાઇલનો વધતો જતો ઉપયોગ અને તેની હકારાત્મક અસરો તપાસ્યા સિવાય આપણે સારું અથવા નરસુ, જોવું અને સંભાળવુની વળગણના કારણે પુસ્તક વાંચન કરતા લોકોની સંખ્યા ઘટતી જાય છે. વળી સમય કાઢીને વાંચવા અને પુસ્તકમાં રજૂ થયેલા વિચારોના અભિષેકથી અમલ કરવાની ભાવના લુપ્ત થતી જાય છે. વાચકોએ એ સમજવું જોઈએ કે પોતાની જીવન નૈયા પાર કરવામાં કોઈ સક્ષમ સાચો મિત્ર હોય તે પુસ્તકો જ છે. શ્રી પી.ડી.સુથારે જણાવ્યું કે, સચિત્ર પુસ્તક’સુક્તિઓના સ્વપ્ન’નું વાંચન-મનન કરવાથી બાળકો-વડીલોને પ્રેરણા મળશે પુસ્તકમાં સ્વપ્ન, આપણી વાત આ, વ્યસનથી થતું નુકસાન અને સુક્તિઓના સ્વપ્ન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો
Next articleગુજરાત રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત મળશે : હવામાન વિભાગ