(GNS),21
પાકિસ્તાનની સીમા હૈદર અને ભારતની લવસ્ટોરી ધીરે ધીરે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગઈ છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સીમાને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા દ્વારા ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે મોકલવામાં આવી છે. હાલમાં ફરી એક પાકિસ્તાની મીડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સીમા હૈદરના પાકિસ્તાનમાં કારનામા વિશે પોલ ખુલી પડી છે. પાકિસ્તાની પત્રકાર સીમા હૈદર જયાં રહેતી હતી ત્યાં તપાસ માટે જાય છે. ત્યારે સીમા હૈદરના રહનસહન વિશે પણ શંકાઓ જન્મી રહી છે. આ વાયરલ થયેલા વીડિયોમાં પત્રકાર સીમા હૈદરના વિસ્તારમાં જાય છે. અને, સીમા હૈદરના સાસરી પક્ષના લોકોની માહિતી એકત્રિત કરી રહ્યો છે. જેમાં સીમા હૈદરનું આ વિસ્તારના લોકો સાથે કેવું વર્તન હતું, તથા તેણીની ચાલચલન કેવી હતી. આ ઉપરાંત સીમા હૈદરના અન્ય લોકોના શંકાસ્પદ સંબંધો અંગે પણ પત્રકારે માહિતી એકઠી કરી હતી. આ ઉપરાંત સીમા હૈદરના વર્તન વિશે લોકોની શું રાય છે. તથા તેણીના ભારતના સચિન સાથેના સંબંધો બાદ લોકો શું વિચારે છે. આ તમામ બાબતોનો પત્રકારે ફોડ પાડ્યો હતો. પાકિસ્તાની પત્રકારે એક એક દુકાનદાર પાસે સીમા વિશે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે દુકાનદારે કીધા પ્રમાણે તેણીના અન્ય સાથે સંબંધોનો ખુલાસો થયો. આ સાથે દુકાનદારે સીમા હૈદરની ખુબસુરતી અને તેના ફિગર વિશે પણ વાત કરી હતી. સીમાનું ફિગર ખુબ જ સારું હોવાનું દુકાનદારે વર્ણન કર્યું હતું. બીજી તરફ, જ્યારે પત્રકારે નજીકમાં ઉભેલા વ્યક્તિ પાસેથી કંઈક પૂછ્યું ત્યારે તેણે માહિતી આપી કે સીમા આ ગલીમાં રહેતી હતી અને તેને ચાર બાળકો હતા. દિવસભર અહીં-ત્યાં ફરતા. અને તે બીજા કોઈના પ્રેમમાં પડ્યો? આ બિલકુલ અશક્ય છે. જે સ્ત્રી પોતાના દેશ, પતિ અને બાળકોની નથી બની શકતી તે બીજાની કેવી રીતે થશે. તેણી કોઈની સાથે સંબંધ રાખી શકતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.