Home ગુજરાત ગાંધીનગર સીમકાર્ડ વેચતા ડિસ્ટ્રીબ્યુટરો, રિટેઈલરોને વેચાણ અંગેનું રજીસ્ટર ફરજિયાત નિભાવવા કલેકટર તથા જિલ્લા...

સીમકાર્ડ વેચતા ડિસ્ટ્રીબ્યુટરો, રિટેઈલરોને વેચાણ અંગેનું રજીસ્ટર ફરજિયાત નિભાવવા કલેકટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મેહુલ કે. દવે દ્વારા હુકમ કરવામાં આવ્યો

1
0

(જી.એન.એસ)તા.૨૨

ગાંધીનગર,

સ્થાનિક એસ.ટી.ડી /પી.સી.ઓ ઉપરથી બનાવટી કોલ કે ફેક કોલ દ્વારા ધમકી આપવાના, ખંડણી માંગવાના, અપશબ્દ બોલવાના કે મહિલાઓની જાતિય સતામણી કરી ખોટી માહિતી આપવાના વગેરે કિસ્સાઓ રોકવા તકેદારીના પગલાં લેવા સુચન કેટલીક સંસ્થાઓના અહેવાલો તથા ભૂતકાળમાં બનેલા કેટલાક બનાવોને ધ્યાને લેતાં જણાયું છે કે, ત્રાસવાદી કે અસામાજિક તત્વો દ્વારા મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડ નો ઉપયોગ ગેરકાદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે. મોબાઈલ ફોન નેટવર્ક ધરાવતી દરેક કંપનીઓ તરફથી સીમકાર્ડ વેચવા કે ખરીદવા ઉપર કોઈ ચોક્કસ પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાથી, મોબાઇલ કંપનીને આપવામાં આવતા દસ્તાવેજોની પણ જે તે ડીસ્ટ્રિબ્યુટરરો કે રિટેઈલરો દ્વારા યોગ્ય ખરાઈ કરવામાં આવતી નથી. જેથી સીમકાર્ડ વેચતા ડિસ્ટ્રીબ્યુટરો રિટેઈલરો કે ફેરિયાઓને અવારનવાર ચેક કરવામાં આવતા તેઓ પાસે સીમકાર્ડ વેચાણ અંગેના માન્ય કોઈ દસ્તાવેજી આધાર પુરાવા હોતા નથી. તથા કયા દસ્તાવેજ ધારકને કયું સીમકાર્ડ આપવામાં આવ્યું છે! તે અંગેની પણ કોઈ માહિતી મળી શકતી નથી. આમ બરાબર ચકાસણી કર્યા વગર તેમજ બોગસ દસ્તાવેજોના આધારે સીમકાર્ડ વેચતા ખરીદતા હોવાનું જણાઈ આવત, વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. ઉપયુક્ત પ્રવૃત્તિને ધ્યાને લેતા ગાંધીનગર જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીમકાર્ડના ખરીદ તથા વેચાણ કરનાર ઉપર કાયદાકીય નિયંત્રણ જરૂરી જણાતાં, ગાંધીનગર કલેકટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મેહુલ કે. દવે દ્વારા ફરમાવેલા હુકમમાં જણાવ્યા પ્રમાણે,”ગાંધીનગર જિલ્લાના  ગાંધીનગર શહેરી સહિત સમગ્ર વિસ્તારમાં મોબાઇલ સીમકાર્ડકે મોબાઈલ ફોનનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેઈલરો કોઈપણ વ્યક્તિને નવું મોબાઈલ સીમકાર્ડ કે મોબાઈલ ફોન આપતા પહેલા મોબાઇલ સીમકાર્ડ કે મોબાઈલ ફોનનું વેચાણ કરતા જે તે વ્યક્તિના જરૂરી ઓળખ પુરાવા લઇ, તેની ચોક્કસ ખાતરી કર્યા બાદ તે જ વ્યક્તિને મોબાઇલ સીમકાર્ડ કે મોબાઈલ ફોન વેચવામાં આવે અને વેચાણ અંગેનું રજીસ્ટર ફરજિયાત નિભાવવામાં આવે તેવો હુકમ કરવામાં આવ્યો છે.” આ હુકમ તા. 11 નવેમ્બર 2024 થી તા.09 જાન્યુઆરી 2025 સુધી આ બંને દિવસો સહિત અમલમાં રહેશે તેમ પણ હુકમમાં જણાવવામાં આવી છે ગાંધીનગર જિલ્લાની હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ તથા તેના ડીસ્ટ્રિબ્યુટરો જથ્થાબંધ વેપારીઓ અને રિટેલર વેપારીઓએ સીમકાર્ડનાં ખરીદ અને વેચાણ અંગેના હુકમમાં દર્શાવેલા કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આ નિયમો અંતર્ગત મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડિસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનું રજીસ્ટર એરીયાવાઈઝ ડિસ્ટ્રીબ્યુટરો અને જથ્થાબંધ વેપારીઓએ બનાવવાનું રહેશે, ડિસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓ તરફથી રિટેઈલરોને વેચવા માટે આપવામાં આવતા સીમકાર્ડ નંબરોનું રજીસ્ટર રિટેઈલરે પણ નિભાવવું જેમાં જે તે નંબર કઈ વ્યક્તિને વેચવામાં આવેલ છે અને સાથોસાથ તે માટે જે દસ્તાવેજો લેવામાં આવેલ હોય તેની પણ વિગત નોંધ કરવાની રહેશે, મોબાઈલ કંપનીઓએ તેમના સીમકાર્ડનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર અને તેના રિટેઈલરોની યાદી તેઓના કંપની કોડ સાથે નજીકના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધિક્ષકની કચેરીએ મોકલી આપવી, તેમજ યાદીમાં ફેરફાર થાય તો તેની પણ જાણ કરવાની રહેશે, સીમ કાર્ડ ખરીદવા આવનાર વ્યક્તિ જે દસ્તાવેજો આપે છે તે દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવી એ રિટેઈલરની જવાબદારી હોય તે દસ્તાવેજો જેવા કે ફોટા, આઈડી ધરાવતા દસ્તાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઇઝના ફોટાની સરખામણી કરવી, મોટાભાગે દસ્તાવેજોની ખરાઈ કરવા માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે. આવા સંજોગોમાં તેવા લોકોની પૂરેપૂરી માહિતી મોબાઈલ કંપનીઓએ સ્થાનિક પોલીસને આપવાની રહેશે, મોબાઈલ સીમના ડિસ્ટ્રીબ્યુટરના વેચાણ અર્થે સીમકાર્ડ કોઈ પણ ફેરિયાકે પાનના ગલ્લાવાળાઓને આપતા જણાયાછે,જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવા સીમકાર્ડ નું વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં શોપ એક્ટ હેઠળ નોંધાયેલ લાઇસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, મોબાઈલ કંપનીઓએ કોઈપણ મોબાઇલ સીમકાર્ડનું એક્ટીવેશન કરતા પહેલા સીમકાર્ડ ખરીદનારે આપેલ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સીમકાર્ડ એક્ટિવ કરવું વગેરે જેવી બાબતો ધ્યાને લેવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક એસ.ટી.ડી /પી.સી.ઓ ઉપરથી બનાવટી કોલ કે ફેક કોલ દ્વારા ધમકી આપવાના, ખંડણી માંગવાના, અપશબ્દ બોલવાના કે મહિલાઓની જાતિય સતામણી કરી ખોટી માહિતી આપવાના વગેરે કિસ્સાઓ રોજબરોજ વધતા જઈ રહ્યા છે, ત્યારે જિલ્લા કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર તમામ એસ.ટી.ડી /પી.સી.ઓ ધારકોએ કોલરની આઇડેન્ટિટી ચકાસવા તેમજ કોલ ડીટેલની નામ સરનામાની માહિતીનું રજીસ્ટર નિભાવવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે. જેનાથી ગુનેગારોને પકડવામાં સરળતા રહેવા સાથે આવા કિસ્સાઓ કે અનિચ્છનીય બનાવો ઘટાડી શકાશે‌. આ માટે પણ કેટલાક નિયમો હુકમમાં દર્શાવવામાં આવ્યા છે, જે મુજબ એસ.ટી.ડી, પી.સી.ઓ સંચાલકની નજર સામે રાખવા જણાવ્યું છે, ટેલીફોન ઉપર વાત કરનાર વ્યક્તિ પોતે તેને જોઈ શકે તેટલું નજીક રાખવું જેથી તેની વર્તણુક પર ધ્યાન રાખી શકાય, કોઈન બોક્સ ટેલીફોન માલિકે પોતાની પાસે રાખવા ગ્રાહક માંગે ત્યારે આપે જેથી ગ્રાહકની ઓળખ માલિકને થઈ શકે, કોઈન બોક્સ ટેલીફોન નજીક હશે તો કોઈપણ વ્યક્તિ કોઈને ધમકી આપશે, ખંડણી માંગશે અથવા કોઈની સાથે બિભિત્સ વાત કરશે તો પકડાઈ જશે, એસ. ટી.ડી/ પી. સી. ઓ/ કોઈન બોક્સ ટેલીફોન ઉપર સીસીટીવી કેમેરા લગાડવા હિતાવહ છે ઉપરોક્ત તમામ કાર્યવાહી સમગ્ર ગાંધીનગર જિલ્લાને લાગુ પડતા પશ્ચિમ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવે છે.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએગ્રીસ્ટેક – ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા તેમાં નોંધણી થઇ શકશે નહિ