(જી.એન.એસ), તા.૬
નવી દિલ્હી. 1992માં બાબરી મસ્જિદના માળખાને તોડી પાડવાના મામલામાં સીબીઆઈએ આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 14 નેતાઓ વિરુદ્ધ અપરાધિક ષડયંત્રનો ટ્રાયલ ચાલવો જોઈએ. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે રાયબરેલી કોર્ટમાં ચાલી રહેલા મામલાની પણ લખનઉની સ્પેશન કોર્ટની સાથે જોઈન્ટ ટ્રાયલ થવો જોઈએ. અલાહાબાદ હાઈકોર્ટના ષડયંત્રની કલમો હટાવવાનો નિર્ણય રદ કરવામાં આવે.
સીબીઆઈના વકીલે રજૂઆત કરતા કહ્યું કે, લખનઉ ટ્રાયલ કોર્ટમાં 195 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે જ્યારે બીજા 300ની જુબાની લેવાની બાકી છે. ઉપરાંત રાયબરેલી કોર્ટમાં 57 સાક્ષીઓની જુબાની લેવાઈ છે અને 100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી હાથ ધરવાની બાકી છે. તેથી સીબીઆઈએ કહ્યું કે આ તમામ 14 લોકો સામે લખનઉ કોર્ટમાં અપરાધિક ષડયંત્રનો કેસ ચાલવો જોઈએ.
જસ્ટિસ પી સી ઘોષની આગેવાનીવાળી બેન્ચે 23 માર્ચે થયેલી સુનાવણીમાં કહ્યું હતું કે બીજી બેન્ચ આ મામલાને જોશે. આ બેન્ચમાં જસ્ટિસ ઘોષ સહિત જસ્ટિસ આર એફ નરીમન સામેલ હશે. કોર્ટે છેલ્લી સુનાવણીમાં આ કેસથી જોડાયેલા તમામ પક્ષોને એફિડેવિટ જમા કરીને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું હતું. છેલ્લી સુનાવણી દરમિયાન બીજેપી નેતાઓ તરફથી રજૂ થયેલા વકીલ કે કે વેણુગોપાલે વિનંતી કરી હતી કે મામલાને ચાર અઠવાડિયા બાદ લિસ્ટેડ કરે જેથી તેથી તેઓ કેટલાક દસ્તાવેજ ફાઇલ કરી શકે.
6 માર્ચે સુપ્રીમ કોર્ટે અડવાણી, જોશી અને ઉમા ભારતી સહતિ તમામ આરોપીઓ વિરુદ્ધ ષડયંત્રના આરોપો રદ કરવાની અપીલને એક્ઝામિન કરવાનો નિર્ણય કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે તમામ નેતા 1992માં અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પાડવાના મામલામાં આરોપી છે સુપ્રીમ કોર્ટે બે એફઆઈઆર સાથે જોડાયેલા મામલાઓની એક સાથે સુનાવણી કરવાના ઓપ્શન ઉપર પણ વિચાર કરવા માટે કહ્યું હતું. જોકે, તેનો આરોપીઓના વકીલે વિરોધ કર્યો હતો. વકીલે કહ્યું હતું કે, બંને મામલાઓમાં અલગ-અલગ લોકોના નામ આરોપીઓ તરીકે દાખલ છે. બે અલગ-અલગ સ્થળો પર ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઈ છે.
બાબરી માળખાને તોડી પડાયા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા કલ્યાણ સિંહ, અડવાણી, જોશી સહિત બીજેપી-વીએચપીના 13 નેતા પર અપરાધિક ષડયંત્ર રચવા (120B)નો કેસ નોંધાવ્યો હતો. બાદમાં રાયબરેલીની લોઅર કોર્ટે તમામ પર આ આરોપ હટાવવાનો ઓર્ડર આપ્યો હતો. 2010માં અલાહાબાદ હોઈકોર્ટે પણ લોઅર કોર્ટના નિર્ણયને કાયમ રાખ્યો હતો. સીબીઆઈએ આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેની જ સુનાવણી ચાલી રહી છે. પિટીશનમાં અલાહાબાદ હાઈકોર્ટના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી છે. બીજો કેસ અજાણ્યા કારસેવકોની સામે છે જેની સુનાવણી લખનઉની એક કોર્ટમાં ચાલી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.