(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા. ૦૪
અમદાવાદ:એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ,અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત માટે રોજ એક લાખ કરતા વધારે દર્દીઓ સારવાર કરાવવા માટે આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરેક દર્દીને આયાની જરૂર હોય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજદીપ એજન્સી નામની સંસ્થા સેવા આપે છે.આ સંસ્થામાં લગભગ એક હજારથી પણ વધારે લોકો કામ કરી સિવિલના દર્દીઓને સેવા આપે છે. પરતું લાખો લોકોની સેવા કરનાર રાજદીપ એજન્સીના કર્મચારીઓ આજે ત્રણ મહિનાના વેતન માટે વલખા મારી રહ્યા છે.ગુજરાત ન્યુઝ સેર્વીસ (જી.એન.એસ)દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી ત્યારે રાજ્દીપના કર્મચારીઓ એ જણાવ્યું કે સાહેબ આજે ત્રીજો મહિનો પૂર્ણ થયો પણ સાહેબ પગાર કરતા નથી ત્યારે હવે ઘર ચલાવાનું ભારે પડી રહ્યું છે…!! એક મહિના હોય તો સાચવીએ પણ આતો ત્રણ મહિના થઇ ગયા છતાં આજ દિન સુધી પગાર કોઈ આપતું નથી…! જયારે અમે પગારની માંગણીઓ કરીએ ત્યારે અમને આજકાલ કહી ટાળી દે છે. અને જયારે અમે ગુસ્સામાં પગારની માંગણી કરીએ ત્યારે એ લોકો અમને નોકરી ઉપરથી કાઢી મુકવાની ધમકી આપે છે એટલે હવે અમે તો બધી જ જગ્યા થી ભરાયા છે..! ત્યારે હવે સવાલ તો તંત્ર ઉપર પણ ઉઠે છે કેમ તંત્ર દ્વારા અત્યાર સુધી આ એજન્સી ઉપર પગલાં ભરવામાં આવ્યા નથી…શુ તંત્રની અને એજન્સીની મિલીભગત તો નથી ને..? આવી એજન્સીઓ ક્યારે હવે કર્મચારીઓનું શોષણ કરવાનું બંધ કરશે..?
અનિલભાઈ જે શાહ અમદાવાદ શહેર હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના મહામંત્રીએ જણાવ્યું કે આજે સિવિલમાં સેવા આપતી રાજદીપ એજન્સીના કર્મચારીઓ પગાર માટે ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રાજદીપના મેનેજર અને સુપરવાઈઝર કર્મચારીઓને આંખો બતાવી દે છે…!! અમદાવાદ સિવિલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે જ્યાં હજારો લાખો દર્દીઓ આ હોસ્પિટલની મુલાકાત લે છે પરંતુ હજરો લાખોને સેવા આપતા એવા રાજદીપના કર્મચારીઓ આજે પોતાના હક માટે પણ મજબૂર છે. છેલ્લા ત્રણ મહિનાથી રાજદીપ સંસ્થાએ પોતાના કર્મચારીઓને પગાર ચૂકવ્યા નથી…! જો કોઈ વ્યક્તિ પગાર માટે માંગણી કરે તો તેને ધાક ધમકી આપી ચુપી સાધવાના સંકેતો કરવામાં આવે છે. ત્યારે આજે ગુજરાત બિઝનેશ માટે એક હબ છે આ હબમાં સમાવેશ થવા માટે દિવસે દિવસે અન્ય રાજ્યો અને અન્ય દેશો માંથી લોકો ગુજરાતની મુલાકાત લઈ વ્યવસાયો કરવા માંગે છે, પણ આજે આ વિકાસ મોડલની એક દુર્દશા એવી જાણવા મળી રહી છે જેને વિકાસનો કલર ડીમ જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.