રાજ્યમાં સીરપકાંડ મામલે કુલ ૨૨ આરોપીઓની ધરપકડ
(જી.એન.એસ),તા.૦૭
ગુજરાતમાં આર્યુવેર્દિક સિરપના નામે ચાલે છે નશીલા પદાર્થનો વેપલો. યુવાનો સસ્તો નશો કરવા માટે લે છે આવી વસ્તુઓનો સહારો. હાલમાં જ ગુજરાતના ખેડા જિલ્લામાં આ સિરપકાંડ સામે આવ્યો હતો. જેમાં કુલ છ લોકોના આવી નશીલી સિરપ પીવાને લીધે મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કેસમાં પોલીસે વિવિધ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, નાસતા ફરતા અને સિરપકાંડમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા માસ્ટર માંઈન્ડ મુંબઈના કેમિકલ રિટેલર તોફીકને પોલીસે આજે ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 14 ડિસેમ્બરે તમામ 6 આરોપીના રિમાન્ડ પૂર્ણ થશે. તોફિક પાસેથી યોગેશ સિંધી લાવતો હતો શંકાસ્પદ કેમિકલ. ક્યા ક્યા કેમિકલની ખરીદી કરાઈ તેનો પૂછપરછમાં થઈ શકે છે ખુલાસો. શું આ ધંધામાં કોઈ મોટા માથાઓ સામેલ છે તે વાતનો પણ થશે ખુલાસો. ઉલ્લેખનીય છેકે, ખેડામાં પ્રસંગમા સિરપ પીધા બાદ 6 લોકોના મોત થયા છે… સિરપ પીનારાઓની એક પછી એક તબિયત લથડી રહી હતી અને સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યાં છે. મહેમદાવાદના સોજાલી ગામના 22 વર્ષના વિપુલ સોઢાનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નિપજ્યું છે. વિપુલ સોઢા સોજાલી ગામનો વતની છે. તે તેના મામાના ગામ સિહુંજથી બિલોદરા ગામમાં માંડવી જોવા ગયો હતો. વિપુલ સોઢાએ સિરપ પિતા તેની તબિયત લથડી હતી. જેથી તેને પહેલા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું છે. આ સાથે જ ખેડા જિલ્લામાં સિરપકાંડમાં મૃત્યુઆંક 6 થયો છે.
ખેડામાં આયુર્વેદિક સીરપ કાંડ મામલે 6 વ્યક્તિઓ સામે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. ખેડા એસ.ઓ.જી પીઆઈ ડી.એન.ચુડાસમા ફરીયાદી બન્યા છે. તમામ આરોપીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેડામાં સીરપના કારણે થયેલા મોતનો મામલે સિરપ વેચતાં વિક્રેતાઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામા આવ્યા હતા. સિરપ વેચતા રાજ્યવ્યાપી ૩,૨૭૧ સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા. જેમાં ગેરકાયદેસર સીરપ વેચતા ૬૭ આરોપીઓની ધરપકડ કરાઈ છે. સીરપ મામલે ૧૨ એફઆઈઆર તથા ૯૨ જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ છે. રાજ્યમાં સીરપ મામલે કુલ ૨૨ આરોપીઓની ધરપકડ તો ૩૯૧ લોકો સાથે બેઠકો કરવામાં આવી છે. આ મામલે પોલીસે નડીયાદના યોગેશભાઈ પારૂમલ સિંધી, બિલોદરાના નારાયણ ઉર્ફે કિશોરભાઈ સાકળભાઈ સોઢા, ઈશ્વરભાઈ સાંકળભાઈ સોઢા, વડોદરાના નીતીન કોટવાણી, ભાવેશ સેવકાણીની સામે કાર્યવાહી શરુ કરી હતી. ખેડાના ડીએસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, આ આરોપીઓ દ્વારા KALMEGHASAVA ASAVA ARISHTA નામની આયુર્વેદીક ઔષધી તરીકે વપરાતી પ્રોડક્ટની ખોટા અને બનાવટી લેબલ લગાવેલી બોટલો મંગાવી વેચાણ કરાતું હતું. આ બોટલોમાં રહેલ પીણું મીથાઇલ આલ્કોહોલ યુક્ત હોવાનુ અને આ પીણું પીવાથી પીનાર વ્યક્તિને શારીરીક નુકશાન થઇ શકે છે. તમામ સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૩૨૮, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૭૪, ૨૭૫, ૨ ૭૬, ૩૪, ૨૦૧ તથા ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(એ)મુજબ ગુનો નોંધાયો છે. નડિયાદ તાલુકા ના બિલોદરા ગામ ખાતે 55 થી વધુ માણસોએ આર્યુવેદિક સીરપ પીધું હતું, જેમાંથી બિલોદરા અને મહુધા તાલુકાના બગડું ગામના પાંચ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓ હોસ્પિટલ સારવાર હેઠળ છે. હાલ સમગ્ર કેસમાં ત્રણની ધરપકડ કરાઈ છે. જેઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાશે. સિરપ વેચનાર કિશોર સોઢા કિરાણા સ્ટોર ચલાવે છે, કિશોર સોઢાના ભાઈ ઈશ્વર ભાઈ પણ દુકાને વેચતા હતા. યોગેશ સિંધા નામના વ્યક્તિ પાસેથી સિરપ લાવવામાં આવ્યા હતા. જે વડોદરાના નિતિન અને ભાવેશ પાસેથી લાવવામાં આવ્યા હતા. સિરપ વડોદરા દિવાળી પહેલાં મેળવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.