સિદ્ધપુર પંથકની 25 વર્ષીય પરિણીતાને ઊંઝા બસ સ્ટેન્ડ નજીકથી રિક્ષામાં બેસાડી ભાંખર ગામની સીમમાં ખેતરની ઓરડીમાં લઈ જઈ ગામના 5 મુસ્લિમ યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓના ચુંગાલમાંથી છૂટેલી પરિણીતાએ ઊંઝા પોલીસ મથકે ભાંખરના 3 સામે નામજોગ સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સિદ્ધપુર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા કે જે તેના પતિથી હાલ અલગ રહે છે. તે સાંજે ઊંઝાથી ઘરે જઈ રહી હતી ત્યારે બસ સ્ટેન્ડ નજીક ભાંખરનો સૈયદ અમરૂદીન નામનો પરિચિત યુવાન મળ્યો હતો. તે તેના અન્ય બે મિત્રો સાથે રિક્ષામાં બેસાડી ભાંખર ગામની સીમમાં ખેતરની ઓરડીમાં લઈ ગયો હતો. જ્યાં ધાકધમકી આપી ત્રણેય જણાએ વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ ગામના અન્ય બે યુવકોને બોલાવ્યા હતા, આ બે નરાધમોએ પણ દુષ્કર્મ આચર્યું હતું. સામુહિક દુષ્કર્મનો ભગ બનેલી પરિણીતા જેમ તેમ કરી નરાધામોની ચુંગાલમાંથી છટકી બુધવારે સવારે ઊંઝા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં પીઆઇ કે.જે. પટેલે તેણીને સાંત્વના આપતાં તેની આપવીતી સાંભળી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પરિણીતાની ફરિયાદ આધારે પોલીસે ભાખરના ત્રણ યુવાનો સામે નામજોગ અને અન્ય બે મળી કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પાંચેય આરોપીઓને ઝડપી પાડવા બે ટીમો બનાવવામાં આવી છે તેમ પીઆઇ કે.જે. પટેલે જણાવ્યું હતું.
સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતા રાત્રે આરોપીઓની ચુંગાલમાંથી નાસી છૂટી હતી. ત્યારે પીછો કરી રહેલા પાંચે આરોપીઓથી બચવા તે અલગ અલગ ખેતરોમાં આખી રાત સંતાઈ રહી અને સવારે ઊંઝા પોલીસ મથકે પહોંચી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.